Breaking News : વ્યાજખોરોના ત્રાસથી વડોદરામાં બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ, બિલ્ડરને હોસ્પિટલ ખસેડાયા

Vadodara News : બિલ્ડર જયેશ પારેખને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે. 3 કરોડ જેટલું દેવું થઈ જતા આર્થિક સંકળામણ ઉભી થઇ જતા આ પગલુ ભર્યુ હતુ.

Breaking News : વ્યાજખોરોના ત્રાસથી વડોદરામાં બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ, બિલ્ડરને હોસ્પિટલ ખસેડાયા
| Edited By: | Updated on: Mar 21, 2023 | 2:32 PM

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વડોદરામાં બિલ્ડર દ્વારા ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાની કોશિસ કરવામાં કરવામાં આવી છે. બિલ્ડર જયેશ પારેખને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે. 3 કરોડ જેટલું દેવું થઈ જતા આર્થિક સંકળામણ ઉભી થઇ જતા આ પગલુ ભર્યુ હતુ.

વ્યાજખોરોની ધાકધમકીથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ

મળતી માહિતી પ્રમાણે બિલ્ડર જયેશ પારેખે ગોત્રીમાં સ્થિત પોતાની ઓફિસમાં 30 થી વધુ ઊંઘની ગોળીઓ ખાઇ લીધી હતી. વ્યાજખોરોની ધાકધમકીથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. લક્ષ્મણ ભરવાડ, રમેશ પ્રજાપતિ નામના શખ્સો દ્વારા ધાકધમકી આપતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યુ છે.

પરિવારજનોએ લગાવ્યા ગંભીર આક્ષેપ

બિલ્ડર જયેશ પારેખ જમીન માલિક અને વ્યાજખોરોના ત્રાસને કારણે આત્મહત્યા કરવા મજબૂત થયા હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. બિલ્ડરના માથે 3 કરોડ જેટલું દેવું થઈ જતા આર્થિક સંકળામણ ઉભી થઇ હતી. વ્યાજખોર લક્ષ્મણ ભરવાડને બે કરોડથી વધુ રકમ ચૂકવી હોવા છતાં ત્રાસ આપતો હતો.

વ્યાજખોરો વારંવાર ધાક ધમકી આપતા હોવાનો આક્ષેપ

જમીન મલિક રમેશ પ્રજાપતિ બાંધકામ ચાલુ હોવા છતાં સાઈટ લોક કરી દઈ બાનાખત થવા દેતા નહીં હોવાનો આક્ષેપ પણ બિલ્ડરના પરિવારજનોએ લગાવ્યો છે. રૂપિયા ઉઘરાવવા માટે અચાનક આવતા હોવાનો ,ઓફીસ અને ઘરે આવી અચાનક આવી ધાકધમકી આપતા હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે.

જૂનાગઢમાં ત્રણ શ્રમિકોએ ફિનાઇલ પીને કર્યો હતો આપઘાત

મહત્વનું છે કે ગઇકાલે જૂનાગઢના કેશોદમાં 3 શ્રમિકોએ ફિનાઇલ પી ને આપઘાતનો પ્રયાસ કર્યો છે. કેટલાક માથાભારે શખ્સો રૂપિયાની ઉઘરાણી માટે ઘમકી આપતા હોવાનો આરોપ શ્રમિકોએ લગાવ્યો છે. ત્રણેય શ્રમિકોને વધુ સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા..આ ત્રણેય શ્રમિકો પોરબંદરના રહેવાસી છે. તો બીજી તરફ શ્રમિકોના સગા સંબંધીઓએ ધમકી આપનારા શખ્સો સામે પોલીસ કાર્યવાહી કરવાની માગ કરી છે.

Published On - 1:31 pm, Tue, 21 March 23