Breaking News : વાપીના રાતા ગામે ભાજપના ઉપપ્રમુખની ગોળી મારી હત્યા, હત્યારા ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિજનોએ કર્યો ઇન્કાર

|

May 09, 2023 | 10:01 AM

વાપીના રાતા ગામે ભાજપના ઉપપ્રમુખની ગોળી મારી હત્યા, જૂની અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શૈલેષ પટેલ તેના પરીવાર સાથે દર્શન કરવા ગયા હતા.

Breaking News : વાપીના રાતા ગામે ભાજપના ઉપપ્રમુખની ગોળી મારી હત્યા, હત્યારા ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિજનોએ કર્યો ઇન્કાર
Vapi

Follow us on

વલસાડના વાપીમાં ભાજપના નેતાની સરાજાહેર હત્યાથી ચકચાર મચી છે. વાપી તાલુકા ભાજપના ઉપ પ્રમુખ શૈલેષ પટેલ પોતાના પરિવાર સાથે દર્શન કરવા જઇ રહ્યા હતા. જે દરમિયાન રાતા ગામ નજીક બે બાઇક પર આવેલા અજાણ્યા ઇસમોએ અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ગોળી વાગતા શૈલેષ પટેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શૈલેષ પટેલની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે. હાલ પોલીસે ઠેરઠેર નાકાબંધી કરીને હત્યારાઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો : Valsad : કપરાડાના શુકલબારી ગામની શાળા બની ખંડેર,વિદ્યાર્થીઓ મંદિરમાં શિક્ષણ મેળવવા થયા મજબુર

તો વાપીમાં ભાજપ નેતાની હત્યાના સમગ્ર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભાજપ નેતાની હત્યાની ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી છે. અને હત્યાની ઘટના અંગે રાજ્યના મુખ્યપ્રધાન સહિત પ્રદેશ સંગઠનને માહિતગાર કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ નેતાની માગ છે કે પોલીસ હત્યાની ઘટનામાં કડક કાર્યવાહી કરે અને ત્વરિત અસરથી દોષિતોને ઝડપીને જેલના સળીયા પાછળ ધકેલે. તો બીજી તરફ પરિવારજનોએ પણ હત્યારા ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કર્યો છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી હોસ્પિલ પહોંચ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મહત્વપૂર્ણ છે કે પોલીસે હત્યારાઓને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જિલ્લા પોલીસ વડાએ હત્યા મુદ્દે તપાસ માટે અલગ અલગ ટીમો પણ બનાવી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

 

ભરૂચમાં ભાજપના બે નેતાની થઈ હતી હત્યા

આ અગાઉ ભરૂચમાં ભાજપના બે નેતાની હત્યા થઈ હતી. ભરૂચમાં ભાજપના બે નેતાની હત્યામાં પણ અંડરવર્લ્ડની સંડોવળી હોવાનો એનઆઈએની તપાસમા ઘટસ્ફોટ થયો હતો. ભરૂચમાં શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીના ચકચારી હત્યા કેસમાં એનઆઈએએ 10 આરોપીઓ સામે 5000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ હત્યાકાંડના તાર દાઉદ ઈબ્રાહીમ સાથે પણ જોડાયા હતા. આ બન્ને નેતાઓની હત્યા માટે જાવેદ ચીકનાએ સાઉથ આફ્રિકાથી સોપારી આપી હોવાની હકિકત એનઆઈએની તપાસમાં સામે આવી હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 10:24 am, Mon, 8 May 23

Next Article