Breaking News: ઠગ કિરણ પટેલ સાથે ભાજપ નેતા અમિત પંડ્યાનું નામ આવતા ભાજપે અમિત પંડયા સાથે છેડો ફાડયો

|

Mar 23, 2023 | 9:52 PM

ઠગ કિરણ પટેલ સાથે ભાજપ નેતા અમિત પંડ્યાનું નામ આવતા ભાજપે અમિત પંડયા સાથે છેડો ફાડયો છે. જેમાં તેમને ભાજપના સોશિયલ મીડિયા ઉત્તર ઝોન ઈન્ચાર્જ અમિત પંડ્યાને હટાવ્યા છે. જો કે અમિત પંડ્યાને જવાબદારીમાંથી મુક્ત કર્યાનો ભાજપે કોઇ સત્તાવાર પત્ર કર્યો નથી

Breaking News: ઠગ કિરણ પટેલ સાથે ભાજપ નેતા અમિત પંડ્યાનું નામ આવતા ભાજપે અમિત પંડયા સાથે છેડો ફાડયો
Gujarat Bjp Amit Pandya

Follow us on

ઠગ કિરણ પટેલ સાથે ભાજપ નેતા અમિત પંડ્યાનું નામ આવતા ગુજરાત  ભાજપે અમિત પંડયા સાથે છેડો ફાડયો છે. જેમાં તેમને ભાજપના સોશિયલ મીડિયા ઉત્તર ઝોન ઈન્ચાર્જ અમિત પંડ્યાને હટાવ્યા છે. જો કે અમિત પંડ્યાને જવાબદારીમાંથી મુક્ત કર્યાનો ભાજપે કોઇ સત્તાવાર પત્ર કર્યો નથી.મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારી હિતેષ પંડ્યાનો પુત્ર અમિત પંડ્યા છે.અમિત પંડ્યા CCTV નેટવર્કિંગની કંપની ચલાવે છે અને ગુજરાત ભાજપ પ્રદેશની ટીમમાં મીડિયા ઇન્ચાર્જ તરીકે કામ કરતો હતો..હાલમાં ઈન્ચાર્જ પદેથી હટાવી દીધા છે..અમિત પંડ્યા કાશ્મીરમાં CCTVનો ધંધો કરવા માગતો હતો.

કેસનો ચુકાદો ગુરૂવાર સુધી અનામત રાખ્યો

મહાઠગ કહો કે પછી કારનામાઓનો બાદશાહ, પરંતુ સડકથી માંડીને સંસદ સુધી મહાઠગ કિરણ પટેલનો મુદ્દો ગૂંજી રહ્યો છે.ઠગ કિરણના કારનામાથી ખુદ શ્રીનગર કોર્ટના જજ પણ આશ્ચર્યમાં મુકાયા. શ્રીનગર કોર્ટમાં ઠગ કિરણ પટેલ મુદ્દે સુનાવણી હાજર થઇ અને કિરણનો કાળો ચિઠ્ઠો પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કર્યો. કિરણના કારનામાઓનું લિસ્ટ જોઇને શ્રીનગર કોર્ટના જજની પણ આંખો ફાટી ગઇ કોર્ટના જજે પણ આશ્ચર્ય વ્યક્ત કરતા સવાલ કર્યો “સિક્યોરિટીની મારી અરજી હજુ પેન્ડિંગ છે, તો ઠગ કિરણને Z+ સુરક્ષા કેવી રીતે મળી ગઇ” કોર્ટને કિરણના કારનામાઓ પણ એક મોટા મેળાપીપણાની ગંધ આવતા,, કેસનો ચુકાદો ગુરૂવાર સુધી અનામત રાખ્યો છે.

સમગ્ર કેસની તપાસ જમ્મુ-કાશ્મીર પોલીસની ત્રણ ટીમો કરી રહી છે

તો બીજી તરફ સરકારી વકીલે ઠગ કિરણ પટેલની જામીન અરજી મામલે વિરોધ નોંધાવ્યો અને યોગ્ય તપાસ બાદ કિરણને કડકમાં કડક સજાની માગ કરી. તો બચાવ પક્ષના વકીલે કિરણ પટેલ પર ખોટા આરોપ લાગ્યાની જજ સમક્ષ દલીલ કરી. કિરણના વકીલનો દાવો છે કે તેમના અસીલને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે સમગ્ર કેસની તપાસ જમ્મુ-કાશ્મીર પોલીસની ત્રણ ટીમો કરી રહી છે અને આ તપાસ શ્રીનગર પોલીસના પૂર્વ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં ચાલી રહી છે.

Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !

પોલીસનું માનવું છે કે હજુ તો કેસની પ્રાથમિક તપાસ ચાલી રહી છે. વધુ તપાસ કરવામાં આવે તો ઠગને કોનું પીઠબળ હતુ, અને કોના આશિર્વાદથી કિરણને સરકારી સુવિધાઓ મળી તેનો પર્દાફાશ થઇ શકે છે

આ પણ  વાંચો : મહેસાણામાં અકસ્માત, ધોરણ 10ની પરીક્ષા આપી પરત ફરી રહેલા 3 વિદ્યાર્થીઓ સાથે કાર કેનાલમાં ખાબકી

Published On - 4:42 pm, Thu, 23 March 23

Next Article