Breaking News: ગુજરાતમાં શનિવારથી ભાજપના જનસંપર્ક અભિયાનનો પ્રારંભ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જનસભા સંબોધશે

|

Jun 09, 2023 | 1:03 PM

ગુજરાતમાં શનિવારથી ભાજપના જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી. નડ્ડા અલગ અલગ જગ્યાએ જનસભાને સંબોધશે.

Breaking News: ગુજરાતમાં શનિવારથી ભાજપના જનસંપર્ક અભિયાનનો પ્રારંભ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જનસભા સંબોધશે
Amit Shah Gujarat

Follow us on

Gandhinagar : ગુજરાતમાં(Gujarat)  શનિવારથી ભાજપના(BJP)  જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી. નડ્ડા અલગ અલગ જગ્યાએ જનસભાને સંબોધશે.પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર પણ જનસભા કરવામાં આવશે. આ ઉપરાંત વિશિષ્ઠ નાગરિક સંપર્ક પ્રબુદ્ધ સંમેલન થશે. જેમાં વિકાસ કાર્યો સાથે ફરી લોકો સુધી પહોંચી લોકો સાથે વાર્તાલાપ પણ કરવામાં આવશે. ઉપરાંત વિધાનસભા લેવલ પર અલગ અલગ સંમેલનનું આયોજન કરાશે.

ભાજપે ‘9 સાલ, બેમિસાલ’ના સૂત્ર સાથે લોકો સુધી પહોંચવાનો સંકલ્પ લીધો હતો

ઉલ્લેખનીય છે કે લોકસભા ઇલેક્શનને લઇને ભાજપના મિશન 2024નો પ્રારંભ  કર્યો છે. જેમાં  અમદાવાદના ટાગોર હોલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતુ. બેઠકમાંમાં ભાજપે ‘9 સાલ, બેમિસાલ’ના સૂત્ર સાથે લોકો સુધી પહોંચવાનો સંકલ્પ લીધો હતો . સાથે જ આ સ્લોગન લોકો સુધી કેવી રીતે પહોંચાડવું તે અંગે ચર્ચા કરવામાં આવી.

ગુજરાતની 26 બેઠકો માટે કવાયત

આપને જણાવી દઈએ કે, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠક પર જીત મેળવી હતી. ત્યારે આગામી ચૂંટણીમાં પણ આવી જ ઐતિહાસિક જીત મળે તેને લઈને રણનીતિ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠક પર ભાજપ જીત્યું હતુ. તેથી લોકસભામાં પણ આ પ્રકારની જીત મળે તે માટે કવાયત હાથ ધરવામાં આવશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

મેનીફેસ્ટોમાં જે સંકલ્પ હતા એ 9 વર્ષમાં પૂર્ણ થયા

આ અંગે માહિતી આપતા ભાજપ નેતાએ જણાવ્યું હતું કે વર્ષ 2014 પહેલા દેશ આંતરિક અને બાહ્ય સમસ્યા થી ઘેરાયેલો હતો. ભાજપે સત્તામાં આવી વિકાસની રાજનીતિ દેશમાં પ્રસ્થાપિત કરી છે. વર્ષ 2014માં મે મહિનામાં પીએમ મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. જે અપેક્ષાઓ હતી એ પૂર્ણ કરી છે. ત્યારથી જેટલી પણ ચૂંટણી આવી તેના મેનીફેસ્ટોમાં જે સંકલ્પ હતા એ 9 વર્ષમાં પૂર્ણ થયા છે.

એ રામમંદિર હોય કે કલમ 370 ની વાત હોય કે જીરો ટોલરન્સથી આતંકીઓ ને જવાબ આપવાની વાત હો. તેમજ પાડોશી દેશો સાથે સારા સબંધ, વિદેશનીતિ, રોજગાર શિક્ષણ આરોગ્ય , મહિલા સશકિતકરણ આવા અસંખ્ય વિષયમાં અભૂતપૂર્વ કામ કરી જનતાનો પ્રેમ મેળવ્યો છે અને એમની અપેક્ષા પૂરી કરી છે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:13 pm, Fri, 9 June 23

Next Article