
Devbhumi Dwarka : દ્વારકા જિલ્લામાં બની રહેલા સિગ્નેચર બ્રિજની કન્સ્ટ્રકશન કંપની સામે સવાલ ઊભા થયા છે. બિહારમાં ગંગા બ્રિજ ધરાશાયી થવાની ઘટના બાદ આ સવાલો ઊભા થઇ રહ્યા છે. ગંગા બ્રિજની કંન્સ્ટ્રક્શન કંપની એસ.પી. સિંગલા દ્વારા જ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ થઈ તૈયાર થઈ રહ્યો છે.
એસ.પી. સિંગલા કંપની દ્વારા બિહારમાં બનાવાયેલા ગંગા બ્રિજના ધરાશાયી થવાથી વિવાદ ઉભો થયો છે.દ્વારકા જિલ્લામાં બની રહેલા સિગ્નેચર બ્રિજ પણ આ જ કંપની દ્વારા તૈયાર થઇ રહ્યો છે. ત્યારે આ કંપની સાથેનો કોન્ટ્રાક્ટ રદ થશે કે કેમ તેના પર સવાલ ઊભા થઇ રહ્યા છે. જો કે આ કંપની સાથે કોન્ટ્રાક્ટ રદ કરવાનો સરકારનો કોઇ ઇરાદો ન હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. જેના કેટલાક કારણો સામે આવ્યા છે. દેશમાં 70 જેટલા બ્રિજ છે જે આ કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે.
દ્વારકામાં બની રહેલો સિગ્નેચર બ્રિજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેને લઇને પહેલેથી જ ઇન્સપેક્શન કરવામાં આવી રહ્યુ છે. જે અલગ અલગ 7 સ્પેક્ટ્રમ હોય છે તેને તપાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત બ્રિજ જ્યારે તૈયાર થઇ જશે તે પછી પણ ત્રણ ટ્રાયલ કરવામાં આવશે. ત્યારબાદ જ વડાપ્રધાન દ્વારા બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવશે. લોકસભા ચૂંટણી પહેલા આ બ્રિજનું ઉદ્ઘાટન થાય તેવી સંભાવના છે.
હાલમાં એસ.પી. સિંગલા કંપની સામે ઓહાપોહ થઇ રહ્યો છે. જો કે ગુજરાતમાં બનનારા સિગ્નેચર બ્રિજને લઇને સરકાર સ્પષ્ટ રીતે માની રહી છે કે તેમાં કોઇપણ પ્રકારની ક્ષતિ નથી. બ્રિજનું મોનિટરિંગ સતત અધિકારીઓ દ્વારા મંત્રી દ્વારા કરવામાં આવી રહ્યુ છે. જેથી આ કામગીરી પર કોઇપણ પ્રકારની રોક લગાવવાની કોઇ પણ તૈયારી નથી. જો કે કામગીરીનું નિરીક્ષણ સતત વધારવામાં આવશે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 3:35 pm, Tue, 6 June 23