
Rajkot News : રાજકોટના સર્વેશ્વર ચોકમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી થયો છે. ફૂડ બજાર પાસે વોકળા ઉપરનો સ્લેબ તૂટી પડતા અનેક લોકો વોકળામાં ખાબક્યા. પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. મહત્વનુ છે કે આ ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર પહોંચ્યા હતા. રેસક્યું કામગીરી પણ હાથ ધરી હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હોવાના પણ સમાચાર સામે આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા સતત રેસક્યું કામગીરી કરવામાં આવી રહી છે. ગણેશ પંડાલ જોવા લોકો મોટી સંખ્યામાં અહીં ભેગા થયા હતા. જે દરમ્યાન આ ઘટના બની છે. સ્લેબ તૂટતાં અફરા તરફી મચી હતી. તાત્કાલિક 108 ની ટીમને જાણ કરાતા સમગ્ર ટિમ ઘટના સાથળે પહોંચી હતી.
પાણીની છત નીચે એક મહિલાની ડેડ બોડી પણ મળી આવી છે. જોકે હજી આ અંગે સતાવાર કોઈ નિવેદન સામે નથી આવ્યું. જોકે હજી પણ 6 જેટલા છજજા હટાવવામાં અવિહ રહ્યા છે.
સ્થાનિકોના કહેવા મુજબ 25 જેટલા લોકો અંદર હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ સતત આ અંગે તપાસ કરી રહ્યા છે. આજે રવિવારનો દિવસ છે. જેને લઈ અહીં મોટી સંખ્યામાં આ વિસ્તારમાં આવતા હોય છે. સાથે જ અહીં ગણેશ ઉત્સવનું મોટું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન ઘટના બની છે. ઘટના સાથળ પર ધારાસભ્ય, કલેક્ટર, સહિતના લોકો સ્થળ પર પહોંચ્યા છે.
આ પણ વાંચો : Rajkot News: સૌરાષ્ટ્રને મળી પહેલી વંદે ભારત ટ્રેન, પ્રથમવાર રાજકોટ પહોંચતા કરાયું ભવ્ય સ્વાગત, જુઓ Video
ઇજાગ્રસ્ત 10થી 12 લોકોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હોવાનું હોસ્પિટલ સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઇમરજન્સી વોર્ડમાં તાત્કાલિક સારવાર શરૂ કરાઇ, ડૉક્ટરોની ટીમ ખડેપગે ફરજ બજાવી રહી છે. નર્સિંગ સ્ટાફ અને ડોકટરો સહિત 30થી વધુ લોકોનો વધારાનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ બોલાવાયો છે.
Published On - 9:15 pm, Sun, 24 September 23