
રાજકોટમાં 13 વર્ષીય સગીરાની હત્યાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. તપાસ કરતી SITને મોટી સફળતા મળી છે. SITએ શકમંદને પકડી પાડ્યો છે. પોલીસ દ્રારા વિશેષ પુછપરછ હાથ ધરાઇ છે. પોલીસ આ બાબતે મોટા ખુલાસા કરશે.
દિલ્લીના નિર્ભયાકાંડથી સૌ કોઇ સારી રીતે વાકેફ છે. આ જ પ્રકારની ઘટના રાજકોટમાં બની હતી. એક 13 વર્ષની સગીરા સાથે બર્બરતા ભર્યુ કૃત્ય નરાધમ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજકોટમાં ગત 27 જૂનના રોજ અમદાવાદ હાઇવે પર યુવરાજનગર વિસ્તારમાં રહેતી સગીરા લાકડાં કાપવા માટે ગયેલી ત્યારે ગુમ થઇ ગઇ હતી.
29 જૂને રાત્રીને સમયે આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી અમૂલ ઇન્ડસ્ટ્રીઝની બંધ લેથ મશીનના કારખાનામાંથી આ કિશોરીની લાશ મળી હતી. કિશોરીની કોહવાયેલી લાશ જોઇને પરિવારજનો હતપ્રત થઇ ગયા હતા, તો પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કિશોરીની માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું હતું. માથાના ભાગે સળિયા જેવા હથિયારથી ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હોય તેવું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. આ ઉપરાંત કિશોરીના ગુપ્તાંગમાં સળિયાથી ઇજા પહોંચાડવામાં આવી હોય તેવું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું. પોલીસે એવું તારણ કાઢ્યું છે કે આ કિશોરીની હત્યા કર્યા પહેલા તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે વધુ પુરાવા એકત્ર કરવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે સાથે સાથે આ કેસમાં વધુ વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરવા માટે એફએસએલની મદદ લેવામાં આવી હતી.
રાજકોટનો નિર્ભયાકાંડ પોલીસ માટે એક પડકાર બની ગયો હતો. જેથી આ કેસમાં ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. ત્યારે પોલીસ આરોપીને શોધવા પ્રયત્ન શરૂ કરતા શકમંદને પોલીસે ઝડપી પડ્યો છે. જેમાં તપાસ કરતી SITને મોટી સફળતા મળી છે. પોલીસ દ્રારા વિશેષ પુછપરછ શરૂ કરાઇ છે. મહત્વનુ છે કે આ બાબતે પોલીસ મોટા ખુલાસા કરશે તેવું પણ માહિતી મળી રહી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:30 pm, Sat, 1 July 23