Breaking News: ડમી ઉમેદવારોને લઇને ભાવનગર પોલીસની મોટી કાર્યવાહી, પોલીસે 36 લોકો વિરૂદ્ધ નોંધી પોલીસ ફરિયાદ

|

Apr 14, 2023 | 11:03 PM

ડમી ઉમેદવારોને લઇને ભાવનગર પોલીસની મોટી કાર્યવાહી કરી છે અને પોલીસે 36 લોકો વિરૂદ્ધ નોંધી પોલીસ ફરિયાદ નોંધનીય છે કે અગાઉ યુવરાજસિંહે 4 ડમી ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. યુવરાજસિંહના આક્ષેપો બાદ રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા

Breaking News: ડમી ઉમેદવારોને લઇને ભાવનગર પોલીસની મોટી કાર્યવાહી, પોલીસે 36 લોકો વિરૂદ્ધ નોંધી પોલીસ ફરિયાદ

Follow us on

ડમી ઉમેદવારોને લઇને ભાવનગર પોલીસની મોટી કાર્યવાહી કરી છે અને પોલીસે 36 લોકો વિરૂદ્ધ નોંધી પોલીસ ફરિયાદ નોંધનીય છે કે અગાઉ યુવરાજસિંહે 4 ડમી ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. યુવરાજસિંહના આક્ષેપો બાદ રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા.

ભરતી પરીક્ષામાં સુઆયોજીત રીતે ડમીકાંડનો આક્ષેપ

યુવરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે ભરતી પરીક્ષામાં સુઆયોજીત રીતે ડમીકાંડ ચાલી રહ્યું છે. યુવરાજસિંહનો દાવો છે કે ભરતી પરીક્ષા પાસ કરીને નોકરી મેળવવાની એક નવી જ મોડસ ઓપરેન્ડી ચાલી રહી છેઅને ડમી ઉમેદવારોના નામે ભરતી પરીક્ષા પાસ કરીને લોકો સરકારી નોકરી મેળવી રહ્યા છે. યુવરાજે દાવો કર્યો ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં તળાજા અને શિહોર પંથકના 6 ગામના ચોક્કસ સમાજના લોકો ડમીકાંડ સાથે સંકળાયેલા છે.

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ગઈ 5. એપ્રિલ ના રોજ ડમી ઉમેદવાર કાંડ જાહેર કરી 4 ડમી ઉમેદવારો ના નામ જાહેર કર્યા હતા.જેમના નામ આ પ્રમાણે છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

1. ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (પશુધન નિરીક્ષક, વર્ગ-3, 2021-22)
2. કવિતકુમાર નીતિનભાઈ રાવની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (Laboratory Technician 2021-22)
3. અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ પરીક્ષા આપનાર વિમલ
(ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)
4. જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ પરીક્ષા આપનાર કલ્પેશ પંડ્યા (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)

ભરતનગર પોલીસ મથકમાં નોધાઈ ફરિયાદ

ભાવનગર પોલીસે તપાસ દરમિયાન કુલ 36 ડમી ઉમેવારી કરી ચૂકેલા અને આ કાંડ માં એક યા બીજી રીતે સંડોવાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

 

યુવરાજસિંહ દ્વારા ભાવનગર જિલ્લાના તળાજા અને શિહોર ના 6 ગામડાઓ દિહોર, સથરા, દેવગાણા, ટીમાણા, અણિયાળી, પીપરલા ગામના અમુક લોકો સંડોવાયેલા હોવાનો  દાવા સાથે આક્ષેપ કર્યો હતો . હવે આગળની  પોલીસ તપાસ માં નોકરી મેળવવા, ડમી ઉમેદવારી કરવા અનેક એજન્ટોની પોલ ખુલી શકે છે , તેમજ લાખોના આંકડામાં નહીં પરંતુ  કરોડો માં લેવડ દેવડ થઈ હોવાના ખુલાસા પણ બહાર આવી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:56 pm, Fri, 14 April 23

Next Article