Breaking News : ભાવનગરમાં યુનિવર્સિટીનું બી. કોમ. નું પેપર લીક થવાનો આક્ષેપ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ટ્વિટ કરી

|

Apr 02, 2023 | 9:19 PM

ભાવનગરમાં યુનિવર્સિટીનું બી. કોમ. નું પેપર લીક થવાનો આક્ષેપ થયો છે. આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ટ્વિટ કરીને આક્ષેપ કર્યો છે.જેમાં બીકોમ સેમેસ્ટર-6નું પેપર પરીક્ષા પહેલા લીક થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફાઈનાન્સ એકાઉન્ટનું પેપર લીક થયું હોવાની આશંકા છે. આ વિષયની ગઈકાલે ફાઇનાન્સ એકાઉન્ટની પરીક્ષા લેવાઇ હતી

Breaking News : ભાવનગરમાં યુનિવર્સિટીનું બી. કોમ. નું પેપર લીક થવાનો આક્ષેપ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ટ્વિટ કરી
Bhavnagar B Com Paper Leak

Follow us on

ભાવનગરમાં યુનિવર્સિટીનું બી. કોમ. નું પેપર લીક થવાનો આક્ષેપ થયો છે. આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ટ્વિટ કરીને આક્ષેપ કર્યો છે.જેમાં બીકોમ સેમેસ્ટર-6નું પેપર પરીક્ષા પહેલા લીક થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફાઈનાન્સ એકાઉન્ટનું પેપર લીક થયું હોવાની આશંકા છે. આ વિષયની ગઈકાલે ફાઇનાન્સ એકાઉન્ટની પરીક્ષા લેવાઇ હતી. ગઇકાલે બપોરે પરીક્ષા 3.30 કલાકે શરૂ થઇ હતી. તે પૂર્વે 3.12 કલાકે વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં વાયરલ થયું હોવાના પૂરાવા આપવામાં આવ્યા છે.

આ બાબતે યુવરાજસિંહને મળતા તેમણે જણાવેલ કે ભાવનગર યુનિવર્સિટીમાં ગઈકાલે લેવાયેલ પેપર બીકોમના છઠ્ઠા સેમેસ્ટર નું હતું જે પેપર નો સમય 3:30 થી 6.30નો હતો. જે પેપર 3.12 ના સમયે લીક થઈ જવા પામેલ અને વોટસએપ પર ફરવા લાગેલ અને વાયરલ થયું હતું. તેમને કરેલ તપાસ મુજબ ભાવનગર યુનિવર્સિટીના પ્રોફેસર થી લઈને સ્ટાફ અથવા તો પટાવાળા સુધીમાં કોઈ વ્યક્તિ આ પેપર લીક કાંડ માં હાથ હોવાનું જણાવી રહ્યા હતા.

જોકે સાચી હકીકત તો તપાસના અંતે જ બહાર આવી શકે તેમ છે. તેમણે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને ભાવનગરના બંને ધારાસભ્યો ને પણ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી, અને પોલીસ વિભાગને પણ જાણ કરવા માં આવશે તેવું જણાવ્યું હતું. જો કે આ અંગે ભાવનગર એમકેબી યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના એસડીઓને મળતા તેમણે જણાવેલ કે અત્યાર સુધી અમારી પાસે આ પ્રકારની કોઈ ફરિયાદ આવેલ નથી, અને આ પેપરનો જે ફોટો છે તે ગઈકાલે પાડીને આજે પણ લીક કર્યો હોય અને આજે પણ વાયરલ થયો હોય તેવું પણ બની શકે છે. અને આ અંગે જો સત્ય અમારી સામે આવશે ફરિયાદ આવશે તો તેની યોગ્ય તપાસ કરી શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

(With Input, Ajit Gadhvi, Bhavnagar ) 

Published On - 5:39 pm, Sun, 2 April 23

Next Article