Breaking News: ભાવનગર: તોડકાંડ મામલે યુવરાજસિંહ તથા તેના સાળાના બે દિવસના રિમાન્ડ મંજૂર

તોડકાંડમાં યુવરાજ સિંહ અને તેના સાળા કાનભાના બે દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આજે રિમાંડ પૂર્ણ થતા પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યાં હતા.

Breaking News: ભાવનગર: તોડકાંડ મામલે યુવરાજસિંહ તથા તેના સાળાના બે દિવસના રિમાન્ડ મંજૂર
| Updated on: Apr 29, 2023 | 6:34 PM

તોડકાંડમાં યુવરાજ સિંહ અને તેના સાળા કાનભાના બે દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આજે રિમાંડ પૂર્ણ થતા પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યાં હતા.પોલીસે પાંચ દિવસના રિમાન્ડની કરી હતી માંગણી  કરી હતી.  અગાઉ આ કેસમાં કોર્ટે સાત દિવસના મંજૂર  રિમાન્ડ કર્યા હતા.

નોંધનીય છે કે ગત રોજ પણ તોડકાંડમાં સંડોવાયેલા છઠ્ઠા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.  SITની ટીમે અલફાઝખાન પઠાણ ઉર્ફે રાજુને ઝડપી પાડ્યો હતો.  અલફાઝ ઉપર બે લોકો પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવવાનો આરોપ છે. અલફાઝે PK દવે પાસે 45 લાખ અને પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ લીધાનો આરોપ છે.

અલફાઝે બંને સાથે એક કરોડમાં ડીલ કરી હતી

અલફાઝે બંને સાથે એક કરોડમાં ડીલ કરી હતી. યુવરાજસિંહ સહિત તોડકાંડમાં છ સામે ફરિયાદ દાખલ થઈ હતી. જે પૈકી તોડકાંડના 5 આરોપીની અગાઉ ધરપકડ થઈ ચુકી છે. આ તમામ આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં 76 લાખ 50 હજારની રકમ પણ જપ્ત કરવામાં આવી છે.

ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં પરીણમ્યો

ભાવનગર ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં પરીણમ્યો છે. યુવરાજસિંહે ડમીકાંડમાં બે આરોપીઓના નામ જાહેર ન કરવા માટે બંને આરોપીઓ પાસેથી 1 કરોડનો તોડ કર્યો હોવાનો ખૂલાસો થયો છે. જેમા યુવરાજસિંહ સહિતના તેના બે સાળાના નામ પણ સામે આવ્યા છે. આ સમગ્ર કેસમાં રોજ નવા-નવા ખૂલાસા થઈ રહ્યા છે. ત્યારે યુવરાજસિંહના સગા સાળા શિવુભા ગોહિલે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યુ છે. યુવરાજ સામે 1 કરોડની ખંડણી લેવાના આરોપ લાગ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 6:11 pm, Sat, 29 April 23