Breaking News : વલસાડમા અસ્થિર મગજની યુવતી પર દુષ્કર્મનો પ્રયાસ, નરાધમે બચાવવા વચ્ચે પડેલા યુવકની કરી હત્યા

નરાધમ આરોપીના ફળિયામાં જ રહેતી યુવતી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. નરાધમે યુવતીને બચાવવા આવેલા યુવકના ગુપ્તાંગ પર લાતો મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

Breaking News : વલસાડમા અસ્થિર મગજની યુવતી પર દુષ્કર્મનો પ્રયાસ, નરાધમે બચાવવા વચ્ચે પડેલા યુવકની કરી હત્યા
| Edited By: | Updated on: Mar 31, 2023 | 11:32 AM

વલસાડના કપરાડા તાલુકામાં અસ્થિર મગજની યુવતીની લાજ બચાવવા જતા એક નિર્દોષ યુવકની હત્યાની ઘટના સામે આવી છે. નરાધમ આરોપીના ફળિયામાં જ રહેતી યુવતી પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. નરાધમે યુવતીને બચાવવા આવેલા યુવકના ગુપ્તાંગ પર લાતો મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. યુવતી બુમાબુમ કરતા આસપાસના લોકો તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પોંહચી ગયા હતા. અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. નિર્દોષ યુવકની હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

આ પણ વાંચો : Gujarati Video : વલસાડમાં ઘરના રીનોવેશનના કામ દરમિયાન દિવાલ ધરાશાયી થતા એક શ્રમિકનું મોત

દુષ્કર્મનો વધુ કિસ્સા પ્રકાશમાં આવ્યો

આ અગાઉ પણ રાજકોટમા પણ દુષ્કર્મની ઘટના જોવા મળી હતી. શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક આવેલા પામ યુનિવર્સ એપાર્ટમેન્ટમાં ઘરકામ માટે આવતી 17 વર્ષીય સગીરાને આ જ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા હિતેષ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિએ ત્રણ ત્રણ વખત દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવ્યાની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સગીરાની માતાની ફરિયાદના આધારે પોલીસે હિતેષ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરાઈ હતી. પિડીતાની માતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હતી. પરીવારને મદદ કરવા માટે તેની દિકરી તેની સાથે પામ યુનિવર્સ એપાર્ટમેન્ટના કેટલાક ફ્લેટમાં ઘરકામ કરતી હતી.

આ અગાઉ અમદાવાદના વાડજમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર દગાબાજ પ્રેમી વિરુદ્ધ પ્રેમિકાએ ફરિયાદ નોંધાવી હતી. યુવકે પ્રેમ સંબંધ બનાવીને વેલેન્ટાઈનના દિવસે સગાઈ કરી અને દુષ્કર્મ આચરીને સંબંધ તોડી દેતા યુવતીની ફરિયાદને લઈને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

થોડા દિવસ અગાઉ સુરત ચોક બજાર વિસ્તારમાં સાત વર્ષની માસુમ પર દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટે આરોપીને ફાંસી ની સજા ફટકારી હતી. કોર્ટે આરોપી મુકેશ પંચાલ ને દુષ્કર્મ અને હત્યાને લઈને સજા સંભળાવી હતી. આ કેસમાં દુષ્કર્મ કર્યા બાદ આરોપીએ માસુમની હત્યા કરી નાખી હતી . તેમજ દુષ્કર્મ આચરી માસુમની હત્યા કરી મકાનમાં આવેલા પેટી પલંગમા લાશ છુપાવી દીધી હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 9:45 am, Fri, 31 March 23