Surat : આતંકવાદી સંગઠન (terrorist organization) ISKP સાથે સંપર્ક ધરાવતી મહિલાને ATSએ સુરતથી ઝડપી લીધી છે. એટીએસ દ્વારા સુરત પોલીસની (Surat police )મદદથી લાલગેટ વિસ્તારમાંથી સુમેરા નામની મહિલાની અટકાયત કરવામાં આવી છે. જે પછી મહિલાને પોરબંદર લઈ જવાઈ છે.
મળતી માહિતી પ્રમાણે મહિલાના દક્ષિણ ભારતમાં લગ્ન થયા છે. મહિલાના પરિવારના એક સભ્ય સરકારી કર્મચારી પણ છે. ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશન પ્રોવિન્સ સાથે જોડાયેલા 3ની અટકાયત કરાઇ હતી. જેમની પૂછપરામાં સુરતની આ મહિલાના નામનો ખુલાસો થયો હતો.
ત્યારબાદ આ મહિલાની અટકાયત કરીને તેને પોરબંદર લઇ જવામાં આવી છે. મહિલા સુમેરા પાસેપી ચાર મોબાઇલ પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. અઢી વર્ષ પહેલાં આ મહિલાના છુટાછેડા થઈ ગયા હતા. જે પછી તે પોતાના પરિવાર સાથે સુરતમાં રહે છે. તેને સંતાનમાં બે બાળકો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તે પહેલાં ઈરાન ત્યાંથી અફઘાનિસ્તાનમાં જવાની પેરવીમાં હતી. આ પ્રદેશોમાં તાલીમ મેળવીને પરત આવી ભારતમાં કે અન્ય દેશોમાં કોઈ કામ કરવાની શક્યતા હોવાની માહિતી છે.
મળતી માહિતી અનુસાર, પોલીસે પોરબંદર, કચ્છ, સુરત અને શ્રીનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોરબંદરથી ત્રણ શખ્સો, જ્યારે કે સુરતથી એક મહિલાની અટકાયત કરી છે. એટલું જ નહિં શ્રીનગરથી પણ એકની અટકાયત કરવામાં આવી છે. આ તમામની પૂછપરછ કરી તો ખુલાસો થયો કે, આ આરોપીઓ પાકિસ્તાની કનેક્શન ધરાવે છે. મહત્વનું છે કે, છેલ્લા 8 મહિનાથી આ ગતિવિધિ પર ગુજરાત ATSની ટીમની નજર હતી. આ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપીઓ ગુજરાતની માહિતી ISISના આતંકીઓ સુધી પહોંચાડતા હતા.
પોરબંદરમાં ગુજરાત ATSએ ગઇકાલથી ધામા નાખ્યા છે. ગુજરાત ATSના IG દીપેન ભદ્રન સહિતના અધિકારીઓનો કાફલો પોરબંદર પહોંચ્યો હતો. ગુપ્ત ઓપરેશનમાં આઈ.જી સહિતના અધિકારીઓ આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વનુ છે કે SOG ઓફિસે અધિકારીઓની ગાડીનો કાફલો પહોંચ્યો હતો.
બે દિવસ પહેલા એટીએસની ટીમે દ્વારકાના દરિયામાં તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ ગઇકાલે વહેલી સવારથી ATSની ટીમે પોરબંદરમાં ધામા નાખી દરિયો ખૂંદી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ATS ની ટીમે ડગ્સનો મોટો જથ્થો લોકેટ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ગુપ્ત ઓપરેશનમાં IG સહિતના અધિકારીઓ પહોંચ્યા પોરબંદર હતા.
ATS ના DIG દીપન ભદ્રન, SP સુનિલ જોષી, DYSP કે કે પટેલ, DYSP શંકર ચૉધરી સહિતના અધિકારીઓ અને તેઓના તાબાના ચુનંદા અધિકારીઓનો સ્ટાફ પોરબંદરમાં પહોંચ્યો હતો. ATSની વિશેષ ટિમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદર તથા આસપાસના વિસ્તારોમાં ખાસ ઓપરેશન માટે સક્રિય હતી. ત્યારે આતંકી સંગઠન સાથે સંકળાયેલા વિદેશી નાગરિક સહિત ચાર લોકોની અટકાયત ATS દ્વારા કરવામાં આવી છે. વિદેશી નાગરિક સાથે સંકળાયેલી તમામ સ્થાનિક વ્યક્તિઓ અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે.
Published On - 9:13 am, Sat, 10 June 23