Breaking News : ગુજરાતમાં ચોમાસાના આગમનને લઇને મોટા સમાચાર, ચોમાસામાં થઇ શકે છે વિલંબ,જુઓ Video

|

Jun 06, 2023 | 10:27 AM

ગુજરાતમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે.ગુજરાતમાં ચોસામાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે.જે મુજબ ગુજરાતમાં ચોમાસા માટે લોકોએ રાહ જોવી પડશે.કેરળમાં ચોમાસું બેસ્યાના 15 દિવસ બાદ ગુજરાતમાં વરસાદ આવી શકે છે.

Breaking News : ગુજરાતમાં ચોમાસાના આગમનને લઇને મોટા સમાચાર, ચોમાસામાં થઇ શકે છે વિલંબ,જુઓ Video
Gujarat Monsoon 2023

Follow us on

Ahmedabad : ગુજરાતમાં(Gujarat)  ચોમાસાના(Monsoon 2023)  આગમનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ચોમાસામાં વિલંબ થઇ શકે છે. ગુજરાતવાસીઓને ચોમાસા માટે રાહ જોવી પડશે કેરળમાં ચોમાસાની સિસ્ટમ બની ન હોવાથી ગુજરાતમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે.ગુજરાતમાં ચોસામાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે.જે મુજબ ગુજરાતમાં ચોમાસા માટે લોકોએ રાહ જોવી પડશે.કેરળમાં ચોમાસું બેસ્યાના 15 દિવસ બાદ ગુજરાતમાં વરસાદ આવી શકે છે.

હાલ કેરળમાં કોઇ વરસાદી સિસ્ટમ બની નથી.તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં એક દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, તાપી અને વલસાડમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.અરબ સાગરમાં સર્ક્યુલેશન સિસ્ટમ બની હોવાથી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે…વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.તો બીજી તરફ આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે…જેને કારણે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે.

આ પણ વાંચો : Breaking News : ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી આવશે ગુજરાત, 11 જૂને સુરતમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપશે, જાણો તેમના અન્ય કાર્યક્રમ

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

અરબી સમુદ્રમાં ગોવા અને યમન વચ્ચેના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.. જેના કારણે રાજ્યમાં ચોમાસું મોડું આવશે..આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી 3થી 4 દિવસમાં વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગ પ્રમાણે હવાની આ ચક્રાકાર ગતિ એક દિવસ બાદ લો-પ્રેસરમાં અને ત્યારબાદ ડીપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.. અને આગામી 3થી 4 દિવસમાં જ લો-પ્રેશર ચક્રાવાતમાં ફેરવાય તેવી શક્યતા છે.

વાવાઝોડું વિનાશક અને પ્રચંડ શક્તિશાળી બની શકે છે પરંતુ હાલ ગુજરાત ઉપર તેનો ખતરો નહીવત્ છે. ભારે તોફાની વરસાદ લાવી શકતી અને સાથે વિનાશ વેરી શકતી આ સિસ્ટમ ઉત્તર, ઉત્તર-પશ્ચિમ દિશાતરફ એટલે કે યમન અને ઓમાન તરફ આગળ વધે તેવું પૂર્વાનુમાન છે.

જો કેટલાક ચક્રવાતની જેમ આ વાવાઝોડું તેની દિશા બદલીને ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે તો ગુજરાત ઉપર તેનો ખતરો સર્જાઈ શકે છે. જોકે હાલ તો ભેજ અને ઊંચા તાપમાનના કારણે આગામી ચાર દિવસ બફારો યથાવત્ રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:57 am, Tue, 6 June 23

Next Article