
અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક ખાનગી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. શામળાજી નજીક સિક્સ લાઈન હાઈવે પર ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં બસમાં સવાર 16 જેટલા મુસાફરોને ઓછા વત્તા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. પાંચ મુસાફરોને ગંભીર ઈજાઓને લઈ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
અણસોલ પાટીયા પાસે ખાનગી બસ પલટી ખાઈ જતા સ્થાનિકો અને સ્થાનિક શામળાજી પોલીસ ઘટના સ્થળે બચાવ માટે દોડી આવ્યા હતા. મુસાફરોને બસમાંથી બહાર નિકાળીને તાત્કાલીક સ્થાનિક સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. સ્લીપર કોચ બસમાં રહેલા મુસાફરોને બસમાંથી બહાર નિકાળવા માટે સ્થાનિકોએ બહાર નિકાળ્યા હતા.
ઉત્તર પ્રદેશના કાનપુરની ખાનગી બસ આ પલટી ખાઈ ગઈ હતી. ખાનગી બસ કાનપુરની હતી, અને મુસાફરો ઉત્તરપ્રદેશ અને ગુજરાત સહિતના બસમાં સવાર હતા. બસ પૂરપાટ ઝડપે શામળાજી નજીકથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા બસ બેકાબૂ બની હતી. આમ બસ નેશનલ હાઈવે પર જ પલટી ખાઈ ગઈ હતી. બસમાં સવાર 16 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. સ્થાનિકોએ બસને અકસ્માત સર્જાતા જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને બીજી તરફ સ્થાનિકોએ પલટી ગયેલી બસમાંથી મુસાફરોને બહાર નિકાળવા માટે પ્રયાસ કરવાની શરુઆત કરી હતી.
બીજી તરફ સ્થાનિકોએ શામળાજી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે પણ ઝડપથી મુસાફરોને બહાર નિકાળવા માટે પ્રયાસ કરીને તુરત નજીકથી બે ક્રેનને મદદ માટે બોલાવાઈ હતી. બે ક્રેનની મદદ વડે બસને રોડ પર ઉભી કરવામાં આવી હતી. આમ બસમાં કોઈ મુસાફર દબાયેલ હોવા અંગેની આશંકાને લઈ આ ચિંતા પણ દૂર કરી હતી. જોકે બસની નિચે કોઈ દબાયેલ નહીં હોવાને લઈ રાહત સર્જાઈ હતી. સાથે જ હાઈવે પર ટ્રાફીક જતા બસને રોડની સાઈડમાં ખસેડીને વાહન વ્યવહાર ઝડપથી પૂર્વવત કરવામાં આવ્યો હતો.
Published On - 5:44 pm, Mon, 25 September 23