આણંદથી મોટા સમાચાર સામે આવ્યા છે. આણંદ કલેકટર ડીએસ ગઢવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. કલેકટરનો ચાર્જ મિલિંદ બાપનાને સોંપવામાં આવ્યો હોવાનો પણ આદેશ કરાયો છે. IAS અધિકારી મિલિંદ બાપના આણંદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. નવો આદેશ થાય ત્યાં સુધી બાપના ક્લેકટર તરીકેનો ચાર્જ સંભાળશે. ગેર શિસ્ત અને બેજવાબદારીના કારણોસર સરકારે આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.
ક્લેકટર ડીએસ ગઢવીની ગેરશિસ્ત સામે રાજ્ય સરકારે પગલા લેતા તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે. IAS અધિકારી ગઢવીનો એક વીડિયો પણ વાયરલ થયો હતો.વીડિયોના મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામા આવી હતી. આ દરમિયાન હવે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે તપાસની શરુઆત કરવામાં આવી છે. સૂત્રો મુજબ સસ્પેન્ડ કરવા અગાઉ પણ ગેરશિસ્ત બાબતે તપાસ શરુ કરવામાં આવી હતી, પ્રાથમિક રીતે માહિતી અને ગેરશિસ્ત જણાતા સરકારે આ નિર્ણય કર્યો છે.
અધિકારી ગઢવી 2008 બેચના IAS છે અને તેઓ અગાઉ દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ સિનિયર અધિકારી છે, પરંતુ તેમનો એક વીડિયો સામે આવ્યો હતો અને જેને લઈ તેઓની સામે રાજ્ય સરકારે આ સંદર્ભમાં પ્રાથમિક માહિતી એકત્ર કરવામાં આવી હતી.
તેમની સામે થયેલા આક્ષેપોના સંદર્ભમાં હવે મહિલા અધિકારીઓની કમિટિ તપાસ કરશે અને જે તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સોંપવામાં આવશે. હાલ તો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શન હુકમ મુજબ કલેક્ટર ગઢવી સામે ગેરવર્તુણક અને નૈતિક ક્ષતિના ગંભીર આક્ષેપો માટે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે.
આ મામલામાં હવે તપાસ પણ સસ્પેન્ડ કરાયેલા અધિકારી ગઢવી સામે શરુ કરવામાં આવી છે. આ માટે મુખ્ય પ્રધાન કાર્યલાયથી એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. પાંચ મહિલા ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સુનયના તોમર, મમતા વર્મા, મનીષા ચંદ્રાનો સમાવેશ થાય છે.
Published On - 8:32 pm, Wed, 9 August 23