Breaking News : રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય, 1 લી જૂનથી શરૂ થશે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી

|

May 22, 2023 | 11:55 PM

રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વર્ષ 2022-23 માં ઉનાળુ મગને ટેકાના ભાવથી ખરીદવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળુ મગ પાકનો ટેકાનો ભાવ 7755 પ્રતિ કિવ. રહેશે. જે 1 લી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે.

Breaking News : રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય, 1 લી જૂનથી શરૂ થશે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી

Follow us on

રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વર્ષ 2022-23 માં ઉનાળુ મગને ટેકાના ભાવથી ખરીદવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળુ મગ પાકનો ટેકાનો ભાવ 7755 પ્રતિ કિવ. રહેશે. જે 1 લી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે.

ટેકાના ભાવે ખરીદીનો વધુમાં વધુ ખેડૂતોને લાભ લેવા કૃષિ મંત્રી એ અનુરોધ કર્યો

ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે તંત્ર દ્વારા કરાયેલા આગોતરા આયોજનની કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલે સમીક્ષા કરી હતી. નોંધણી કરાવીને ટેકાના ભાવે ખરીદીનો વધુમાં વધુ ખેડૂતોને લાભ લેવા કૃષિ મંત્રી એ અનુરોધ કર્યો છે. રાજ્યના ખેડૂતોના હિત માટે ગુજરાત સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વર્ષ 2022-23 માં ઉનાળુ મગની ટેકાના ભાવથી ખરીદવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળુ મગ પાકનો ટેકાનો ભાવ 7755 રૂપિયા પ્રતિ કિવ. રહેશે તેમ ખેતી નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા માટે તા.29 મે થી ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં ઉનાળુ મગની ખરીદી માટે રાજ્યમાં 37 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખાતે ટેકાના ભાવે ખરીદી તા.1 જૂનના રોજથી શરૂ કરવામાં આવશે. અને ઓનલાઈન નોંધણી પણ ચાલુ રહેશે.

આ પણ વાંચો : ઇજનેર યુવકે છત પર એક્વાપોનિક્સ પદ્ધતિથી શરૂ કરી ખેતી

રાજ્યના ખેડૂતો કોઈપણ તકલીફ વગર સરળતાથી પોતાના ઉત્પાદનો ટેકાના ભાવે વેચી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે આગોતરા આયોજન અને તમામ આનુશાંગીક તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજી હતી અને રાજ્યના ખેડૂત ભાઈઓને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

 ગુજરાત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:39 pm, Mon, 22 May 23

Next Article