Breaking News : રાજકોટમાં ધોરણ-10ની પરીક્ષામાં સપ્લીમેન્ટરી મોડી મળી, જિલ્લા શિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ

|

Mar 16, 2023 | 4:21 PM

14 માર્ચથી ગુજરાતમાં ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે રાજકોટની ભરાડ સ્કૂલમાં ધોરણ -10ની આજની પરીક્ષામાં સપ્લીમેન્ટરી મોડી મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Breaking News : રાજકોટમાં ધોરણ-10ની પરીક્ષામાં સપ્લીમેન્ટરી મોડી મળી, જિલ્લા શિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ

Follow us on

14 માર્ચથી ગુજરાતમાં ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે રાજકોટની ભરાડ સ્કૂલમાં ધોરણ -10ની આજની પરીક્ષામાં  પેટા સપ્લીમેન્ટરી મોડી મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આજના ગણિતના પેપરમાં પેટા સપ્લીમેન્ટરી 10થી 15 મિનિટ મોડી આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓએ 10થી 15 મિનિટ રાહ જોઇને બેસી રહેવુ પડ્યું હતુ અને સમયસર પેટા સપ્લીમેન્ટરી લઇ લેવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

જિલ્લા શિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ

ધોરણ-10ની પરીક્ષામાં પેટા પુરવણી મોડી પહોંચવા મામલે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. ઝોનલ ઓફિસર અને સ્થળ સંચાલક પાસેથી શિક્ષણ વિભાગ દ્વારા ખુલાસો માંગવામાં આવશે. ખરેખર કેટલા વિદ્યાર્થીઓને સપ્લીમેન્ટરી મોડી પહોંચી છે તેની તપાસ હાથ ધરાશે. જે પછી તપાસ બાદનો શિક્ષણ બોર્ડને રિપોર્ટ કરાશે. રિપોર્ટના આધારે વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટેની વિનંતી કરવામાં આવશે.

Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક

વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય તેવી DEOની ખાતરી

મળતી માહિતી પ્રમાણે વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર હતા અને કોને કોને સમયસર પુરવણી મળી ન હતી તેની તપાસ કરવામાં આવશે. આ અંગેનો રિપોર્ટ શિક્ષણ બોર્ડને મોકલવામાં આવશે. જે પછી બોર્ડ આ અંગેનો અંતિમ નિર્ણય લેશે. વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટેની કામગીરી કરવાનો જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

ભરાડ નામની શાળામાં પરીક્ષા દરમિયાનની મોટી બેદરકારી

ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણા-12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ધોરણ-10માં આજે ગણિત વિષયની પરીક્ષા હતી. જો કે રાજકોટની ભરાડ નામની શાળામાં પરીક્ષા દરમિયાનની મોટી બેદરકારી સામે આવી છે. પરીક્ષા શરુ થઇ ગઇ હતી અને વિદ્યાર્થીઓ વધુ પુરવણી માગી હતી. 10થી 15 મિનિટ સુધી વિદ્યાર્થીઓને પેટા સપ્લીમેન્ટરી ન મળી હોવાની ઘટના સામે આવી છે.

સમયસર જ વિદ્યાર્થીઓ પાસેથી સપ્લીમેન્ટરી લઇ લેવાઇ

પરીક્ષામાં વિદ્યાર્થીઓની એક એક મિનિટ કિંમતી હોય છે, જો કે ભારડ સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને સપ્લીમેન્ટરી વિના 10થી 15 મિનિટ સુધી બેસી રહેવુ પડ્યુ હતુ. એટલુ જ નહીં વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર સપ્લીમેન્ટરી મોડી આપવા છતા તેમની સપ્લીમેન્ટરી સમયસર જ લઇ લેવામાં આવી હતી. જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને પેપર છુટી ગયુ છે. શાળા સંચાલકોના ભોગે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

 

Published On - 3:26 pm, Thu, 16 March 23

Next Article