Breaking News : બદનક્ષી કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે અરવિંદ કેજરીવાલની રિવિઝનલ અરજી ફગાવી

અમદાવાદ સેશન્સ કોર્ટે કેજરીવાલની રિવિઝનલ અરજી ફગાવી દીધી છે. અગાઉ અમદાવાદ હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે આ અરજી પર 10 દિવસમાં નિર્ણય લેવામાં આવે ત્યારે બંને પક્ષોને સાંભળ્યા બાદ સેશન્સ કોર્ટ તેના પર ચુકાદો આપશે.

Breaking News : બદનક્ષી કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે અરવિંદ કેજરીવાલની રિવિઝનલ અરજી ફગાવી
| Edited By: | Updated on: Sep 14, 2023 | 12:11 PM

Ahmedabad : આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) તથા સાંસદ સંજય સિંહ સામે થયેલા બદનક્ષી કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ દ્વારા અમદાવાદ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે અમદાવાદ સેશન્સ કોર્ટે કેજરીવાલની રિવિઝનલ અરજી ફગાવી દીધી છે.

આ પણ વાંચો-Breaking News : આયુષ્યમાન યોજનામાં ગેરરીતિ બદલ 9 હોસ્પિટલ સસ્પેન્ડ અને 1 બ્લેકલિસ્ટ

કેસને વિવિધ કોર્ટમાં પડકારવા છતા મળ્યો ઝટકો

અગાઉ અમદાવાદ હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે આ અરજી પર 10 દિવસમાં નિર્ણય લેવામાં આવે ત્યારે બંને પક્ષોને સાંભળ્યા બાદ સેશન્સ કોર્ટ તેના પર ચુકાદો આપશે. બદનક્ષીની (Defamation) ફરિયાદમાં અમદાવાના મેટ્રો કોર્ટ દ્વારા સમન્સ ઇસ્યૂ કરવામાં આવ્યો હતો. તે સમન્સને અરવિંદ કેજરીવાલ દ્વારા વિવિધ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જો કે અમદાવાદની સેસન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા કેજરીવાલને કોઇપણ પ્રકારની રાહત આપવામાં આવી ન હતી. આખરે કેજરીવાલે આ સમન્સને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટ તરફથી પણ અરવિંદ કેજરીવાલને ઝટકો મળ્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજીની સુનાવણી કરવાનો ઈનકાર કર્યો હતો.

શું છે સમગ્ર કેસ ?

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) ડિગ્રી માગવાના કેસમાં ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા બદનક્ષી ફરિયાદ કરવામાં આવેલી છે. કેજરીવાલે વડાપ્રધાનની ડિગ્રી સંબંધિત કેસમાં ગુજરાત યુનિવર્સિટીને લઈને કેટલીક વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે બાદ યુનિવર્સિટીએ કેજરીવાલ અને સંજય સિંહ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તે અરજીપર મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ ઇશ્યૂ હતા. કેજરીવાલે સૌપ્રથમ સમન્સના તે આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:52 am, Thu, 14 September 23