Breaking News: અમદાવાદ રેલવે પોલીસ અને DRIની કાર્યવાહી, સૌરાષ્ટ્ર મેઈલ માંથી મળી આવ્યો 3 થી 4 કરોડનો મુદ્દામાલ

|

Jun 10, 2023 | 7:58 PM

અમદાવાદ રેલવે પોલીસ અને DRIની મોટી કાર્યવાહી સામે આવી છે. સૌરાષ્ટ્ર મેઈલમાંથી કીમતી મુદ્દામાલ મળી આવ્યો છે. 3 થી 4 કરોડનો મુદ્દામાલ મળી આવત પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. મહત્વનુ છે કે 34થી 40 લાખની રોકડ રકમ મળી આવી છે. જેમાં બે હજારની નોટ પણ મળી હોવાનું સામે આવ્યું છે.

Breaking News: અમદાવાદ રેલવે પોલીસ અને DRIની કાર્યવાહી, સૌરાષ્ટ્ર મેઈલ માંથી મળી આવ્યો 3 થી 4 કરોડનો મુદ્દામાલ

Follow us on

Ahmedabd:  રેલવે પોલીસ અને DRIની મોટી કાર્યવાહી સામે આવી છે. સૌરાષ્ટ્ર મેઈલમાંથી બેનામી મુદ્દામાલ મળી આવ્યો છે. 3 થી 4 કરોડનો મુદ્દામાલ મળી આવત પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી જેમાં આંગડીયા પેઢીનો માલ હોવાનું સામે આવ્યું હતું. મહત્વનુ છે કે 34થી 40 લાખની રોકડ રકમ મળી આવી છે. રેલવે પોલીસે કરેલી કાર્યવાહીમાં સોનાના બિસ્કિટ અને ડાયમંડ પણ મળી આવ્યા છે.

હાલ વસ્તુઓ જપ્ત કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જેમના બિલ બતાવવા બાદ આ તમામ જપ્ત કરેલો માલ પરત કરવામાં આવશે. સૌરાષ્ટ્ર મેઇલમાં કિંમતી પાર્સલ આવ્યા હતા. રોકડ,સોના બિસ્કિટ, દાગીના અને કાચા હીરા મળી કરોડો મુદ્દમાલ કર્યો જપ્ત કર્યો છે. 9 આંગડીયા પેઢીના સ્ટાફ દ્વારા કિંમતી પાર્સલ લઈ આવ્યા હતા. મુંબઈથી અમદાવાદ સૌરાષ્ટ્ર મેઈલ ટ્રેન મારફતે આ પાર્સલ આવી રહ્યા હતા. કિંમતી સામાન તપાસ કર્યા બાદ વેપારીને પરત સોંપવામાં આવશે તેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નહીં મરે, 3000 કરોડનું ફુલેકુ ફેરવનાર દંપતીની ધરપકડ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

હાલમાં રેલવે પોલીસ દ્વારા તમામ પાર્સલ ચકાસવામાં આવી રહ્યા છે. આંગડિયા પેઢીના માલિકોનું કહેવું છે કે ખોટી રીતે પોલીસ આ બાબતે પેરેશાન કરી રહી છે. ઘણા વર્ષોથી આંગડીયાના કિંમતી પાર્સલ ટ્રેનમાં આવતા હોય છે. થોડા દિવસ પહેલા પણ DRI દ્વારા પાર્સલ તપાસ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:57 pm, Sat, 10 June 23

Next Article