Breaking News : બનાસકાંઠામાં ખાતર બિયારણની દુકાનો પર કૃષિ વિભાગના દરોડા, 6600 કિલો બિયારણનો જથ્થો સીઝ

|

May 19, 2023 | 11:10 AM

બનાસકાંઠામાં ખાતર બિયારણની દુકાનો પર કૃષિ વિભાગે દરોડા પાડયા છે. જેમાં 6600 કિલો બિયારણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે .જેમાં ડુપ્લીકેટ તેમજ ભેળસેળ યુક્ત ખાતર બિયારણનું વેચાણ અટકાવવા તપાસ કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં 6600 કિલો બિયારણ અને 25 લીટર જંતુનાશક દવાનો જથ્થો સીઝ કરાયો છે

Breaking News : બનાસકાંઠામાં ખાતર બિયારણની દુકાનો પર કૃષિ વિભાગના દરોડા, 6600 કિલો બિયારણનો જથ્થો સીઝ
Banaskantha Agricultral Department Raid

Follow us on

બનાસકાંઠામાં( Banaskantha) ખાતર બિયારણની(Seeds) દુકાનો પર કૃષિ વિભાગે દરોડા પાડયા છે. જેમાં 6600 કિલો બિયારણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે .જેમાં ડુપ્લીકેટ તેમજ ભેળસેળ યુક્ત ખાતર બિયારણનું વેચાણ અટકાવવા તપાસ કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં 6600 કિલો બિયારણ અને 25 લીટર જંતુનાશક દવાનો જથ્થો સીઝ કરાયો છે. જેમાં 307 ડીલરોને ત્યાં તપાસ કરી બિયારણ અને જંતુનાશક દવાના 59 સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાયા છે. તેમજ અચાનક કૃષિ વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

આ ઉપરાંત, બનાસકાંઠાના પાલનપુરમાંથી ઝડપાયેલા ખાતર કૌભાંડમાં કૃષિ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ડીસાના કૃષિવિભાગે સબસિડીવાળા ખાતરનું બારોબાર ખાનગી એકમોને વેચાણ કરનાર જય ગોગા એગ્રો સેન્ટરનું લાયસન્સ રદ કર્યું છે.. મહત્વનું છે કે સરકારી સબસિડીવાળા ખાતરનું વેચાણ ખેડૂતોને કરવાનું હોય છે.. તેની જગ્યાએ સીધુ જ ખાનગી એકમોને વેચાણ કરવામાં આવતું હતું.. પોલીસે જગાણા નજીકના ખાનગી ગોડાઉનમાંથી 308 જેટલા સબસિડીવાળા ખાતરના કટ્ટા જપ્ત કર્યા હતા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

 

Published On - 10:17 am, Fri, 19 May 23

Next Article