Breaking News : સુરતમાં ખાધપદાર્થો બાદ હવે દવાના સેમ્પલ પણ ફેલ, કાર્યવાહી કરવામાં આવશે

|

May 23, 2023 | 10:22 AM

સુરત કોર્પોરેશનની  તપાસમાં દવાના સેમ્પલ ફેલ થયા છે. જેમાં સુરત આરોગ્ય વિભાગ દ્વારા શાહપોરની આશિષ મેડિકલ અને મગોબની જય અંબે કેમિસ્ટના સેમ્પલ ફેલ થયા છે. આ ઉપરાંત બામરોલીની એસ.એચ કેમિસ્ટના સેમ્પલ પણ ફેલ થયા છે. જેમાં પ્રોટીન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ થયા હતા

Breaking News : સુરતમાં ખાધપદાર્થો બાદ હવે દવાના સેમ્પલ પણ ફેલ, કાર્યવાહી કરવામાં આવશે
Surat Medicine Sample

Follow us on

સુરતમાં(Surat) ખાધપદાર્થો બાદ હવે દવાના (Medicine) સેમ્પલ પણ ફેલ ગયા છે. જેમાં સુરત આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.જેમાં કોર્પોરેશનની  તપાસમાં દવાના સેમ્પલ ફેલ થયા છે. જેમાં સુરત આરોગ્ય વિભાગ દ્વારા શાહપોરની આશિષ મેડિકલ અને મગોબની જય અંબે કેમિસ્ટના સેમ્પલ ફેલ થયા છે. આ ઉપરાંત બામરોલીની એસ.એચ કેમિસ્ટના સેમ્પલ પણ ફેલ થયા છે. જેમાં પ્રોટીન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ થયા હતા.

જો તમે શારીરિક રીતે મજબૂત બનવા પ્રોટીન સપ્લીમેન્ટ અને દવાઓ લેતા હોવ તો થઇ જજો સાવધાન. કેમકે સુરતમાં મરી મસાલા અને પનીર સહિતની ખાદ્ય વસ્તુઓ બાદ હવે દવાઓ પણ નકલી વેચાતી હોવાનું સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાએ શહેરના વિવિધ મેડિકલ સ્ટોર્સમાંથી લીધેલા દવાઓ તેમજ સપ્લીમેન્ટના સેમ્પલ ચકાસણીમાં ફેલ થયા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ પણ  વાંચો : Gujarati Video : અમદાવાદમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમને લઇને તૈયારીઓ શરૂ, વિશાળ મંડપ તૈયાર કરાયો

મનપાની ફૂડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા શાહપોરના આશિષ મેડિકલ, મગોબના જય અંબે કેમિસ્ટ, બામરોલીના એસ.એચ. કેમિસ્ટ સહિતના સ્ટોર્સમાંથી હેલ્થ સપ્લીમેન્ટ તેમજ દવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી કુલ 4 સંસ્થાઓના સેમ્પલ ફેલ થયા છે… મનપા દ્વારા એક સંસ્થાને દંડ ફટકારવામાં આવ્યો છે.જ્યારે કે 3 સંસ્થા સામે ફરિયાદ નોંધાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:02 am, Tue, 23 May 23

Next Article