Breaking News : ભાવનગર રીંગરોડ ઉપર કાર ચાલક ડિવાઇડર સાથે અથડાતા કારમાં થયો બ્લાસ્ટ, એકનું ઘટના સ્થળે મોત

|

May 13, 2023 | 7:00 AM

ભાવનગરના રીંગરોડ ઉપર કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અડાથડાતા કારમાં બ્લાસ્ટ થયો હતો. કારમાં બે લોકો સવાર હતા.જેમાંથી એક વ્યક્તિ કારમાં ફસાતા તેનું કરુણ મોત નિપજ્યું છે.

Breaking News : ભાવનગર રીંગરોડ ઉપર કાર ચાલક ડિવાઇડર સાથે અથડાતા કારમાં થયો બ્લાસ્ટ, એકનું ઘટના સ્થળે મોત
Bhavnagar

Follow us on

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આવી જ એક ઘટના ભાવનગરમાં બની છે.  ( Bhavnagar ) ભાવનગરના રીંગરોડ ઉપર કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અડાથડાતા કારમાં બ્લાસ્ટ થયો હતો. કારમાં બે લોકો સવાર હતા. જેમાંથી એક વ્યક્તિ કારમાં ફસાતા તેનું કરુણ મોત નિપજ્યું છે.અન્ય એક વ્યક્તિને દાઝી જતા સારવાર માટે તાત્કાલીક ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો.

આ પણ વાંચો : Bhavanagar : યુવરાજસિંહે ફરી એક વાર કર્યો મોટો ઘટસ્ફોટ, આજે ભાવનગર SOG કચેરીમાં થશે હાજર, જુઓ Video

થોડા દિવસ પહેલા ગાંધીનગરના  (Gandhinagar) કલોલમાં મુસાફરો બસની રાહ જોતા હતા અને કાળ બનીને આવી બસે કચડી માર્યા હતો.  કલોલના અંબિકાનગર વિસ્તારમાં આ ઘટના બની હતા. જ્યાં સવારે એસટી બસ અને લકઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા પાંચ લોકો મોતને ભેટ્યા હતા. લકઝરી બસચાલકે એસટી બસને ટક્કર મારતાં એસટી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસની રાહ જોઈને બસ સ્ટોપ પર ઉભા રહેલા મુસાફરોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં પાંચ લોકો મોત થયા જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ખતરનાક હતો.

જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું

કલોલ અંબિકા બસ સ્ટોપ પર પેસેન્જર ઉભા હતા તે સમયે જ એસટી બસે તેમને અડફેટે લીધા હતા.પાછળથી આવતી એક લક્ઝરી બસે એસટી બસને ટક્કર મારી હતી. જે પછી એસટી બસને ટક્કર વાગતાં બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવેલી એસટી બસ રોડ નજીક બેઠેલા મુસાફરો પર જ પર ચઢી ગઇ હતી. જે પછી આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત થયા હતા.

નડિયાદમાં પણ ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત

બીજી તરફ આવી જ એક અકસ્માતની ઘટના ખેડાના નડિયાદમાં સામે આવી હતી. નડિયાદના પીપળાતા નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં બે મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યાં હતા. જ્યારે અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે સ્થાનિકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા. મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જાનાર ડ્રાઈવર દારુ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. નશામાંધૂત ડ્રાઈવરને ગામ લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 6:40 am, Sat, 13 May 23

Next Article