Breaking News : જૂનાગઢમાં જુગાર રમવા બાબતે 14 વર્ષીય કિશોરે 13 વર્ષીય કિશોરની કરી હત્યા, ગણતરીના કલાકોમાં સગીર આરોપીની કરાઈ ધરપકડ

|

May 24, 2023 | 8:43 PM

જૂનાગઢ ઉપરકોટ પાસેથી 13 વર્ષીય બાળકનો મૃતદેહ મળ્યો હતો. જેમાં બાળકની જુગાર રમવા બાબતે હત્યા કરાઇ હોવાનુ સામે આવ્યું છે. 14 વર્ષીય કિશોરે જ 13 વર્ષીય કિશોરની હત્યા કરી છે. ગણતરીના કલાકોમાં સગીર આરોપીની ધરપકડ કરાઇ છે. ક્રાઈમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.

Breaking News : જૂનાગઢમાં જુગાર રમવા બાબતે 14 વર્ષીય કિશોરે 13 વર્ષીય કિશોરની કરી હત્યા, ગણતરીના કલાકોમાં સગીર આરોપીની કરાઈ ધરપકડ

Follow us on

જૂનાગઢ ઉપરકોટ પાસેથી 13 વર્ષીય બાળકનો મૃતદેહ મળ્યો હતો. જેમાં બાળકની જુગાર રમવા બાબતે હત્યા કરાઇ હોવાનુ સામે આવ્યું છે. 14 વર્ષીય કિશોરે જ 13 વર્ષીય કિશોરની હત્યા કરી છે. ગણતરીના કલાકોમાં સગીર આરોપીની ધરપકડ કરાઇ છે. ક્રાઈમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.

હત્યા એક 15 વર્ષીય સગીરે જ કરી હોવાનું ખૂલ્યું

જૂનાગઢના ઉપરકોટ પાસે જંગલ વિસ્તારમાંથી મંગળવારે એક કિશોરની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી જે બાદ તેની હત્યા નીપજાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ હત્યા એક 15 વર્ષીય સગીરે જ કરી હોવાનું ખૂલ્યું છે. બે સગીર વચ્ચે જુગારમાં પૈસાની લેતીદેતી બાબતે માથાકૂટ થયા બાદ વાત હત્યા સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે.

ઉપરકોટ વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમવા માટે ગયા

પોલીસે સગીર આરોપીની અટકાયક કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, મૃતક કિશોર અને સગીર આરોપી બંને ઉપરકોટ વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમવા માટે ગયા હતા. આ સમયે પૈસાની લેતીદેતી બાબતે બંને વચ્ચે માથાકૂટ થતાં સગીર આરોપીએ ભોગ બનનારને ખીણમાં ધક્કો મારી પાડી દીધો હતો અને ત્યાર બાદ મોઢા પર પથ્થરો મારી મોત નિપજાવ્યું હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો : શું ગરમી અને ક્લાઈમેટ ચેન્જને કારણે શ્વાન હિંસક બને છે? જાણો નિષ્ણાંતોના મતે શ્વાનના હુમલા વધવા પાછળ ક્યાં કારણો છે જવાબદાર

ઉપરકોટ વિસ્તારમાં બનેલા હત્યાના આ બનાવ બાદ જ્યારે કિશોરની લાશ મળી ત્યારે તેનો એક હાથ કોઈ જંગલી પશુ દ્વારા ફાડી ખાઘેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઉપરાંત તેના માથાના ભાગેથી ઈજાનાં નિશાન પણ મળ્યાં હતાં. શરૂઆતથી જ શંકાસ્પદ લાગતા આ મામલામાં પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ શરૂ કરી હતી. આ ઘટનાની તપાસ અંગે પોલીસ જોતરાઈ હતી જેમાં થી મળેલી સાબૂતની કડીઓ પોલીસને આરોપી સુધી લઈ ગઈ હતી.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:37 pm, Wed, 24 May 23

Next Article