
ગુજરાતમાં ફરી એક વાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. સાપુતારા માલેગાંવ ઘાંટમાં ખાનગી બસ ઉતરી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના ગુનાથી 50 જેટલા મુસાફર ભરેલી બસ ઘાટમાં પલટી ગઈ હતી. જેના પગલે 5 લોકોના મોત થયા છે. જેમાં 12 મુસાફર ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
આજે વહેલી સવારે આશરે 4 વાગ્યે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણથતા તાત્કાલિક સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. જો કે 5 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ અન્ય કેટલાક પ્રવાસીઓ ઘાયલ થયા છે.
Private bus carrying passengers falls near Saputara Ghat; 5 died, 12 injured #Dang #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/xG9kAsbFpX
— Tv9 Gujarati (@tv9gujarati) February 2, 2025
તમામને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સામગહાન સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેકટર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
બીજી તરફ આ અગાઉ બનાસકાંઠામાં સ્કૂલવાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ નજીક અકસ્માત સર્જાયો છે. રસાણા તરફથી ડીસા તરફ જતિ સ્કૂલવાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માત સર્જાતા સ્કૂલવાન પલટી મારી હતી. સ્થાનિક લોકો દોડી જઈ ગાડીને વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. વાનમાં બેઠેલા વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
Published On - 7:50 am, Sun, 2 February 25