Breaking News : Cyclone Biparjoyના પગલે ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, 55 કિમીની ઝડપે પણ પવન ફૂંકાવાની શકયતા

|

Jun 10, 2023 | 2:41 PM

આગાહી અનુસાર આવતીકાલથી ગુજરાતમાં વરસાદી માહોલમાં વધારો થશે. તો સુરત, વલસાડ,નવસારી અને અમદાવાદમાં આજે વરસાદની સંભાવના છે.

Breaking News : Cyclone Biparjoyના પગલે ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, 55 કિમીની ઝડપે પણ પવન ફૂંકાવાની શકયતા

Follow us on

Cyclone Biparjoyની અસર ગુજરાતના વાતાવરણ (weather)  પર સર્જાઇ રહી છે. ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે (Meteorological department) કરી છે. આગાહી અનુસાર આવતીકાલથી ગુજરાતમાં વરસાદી (Rain) માહોલમાં વધારો થશે. તો સુરત, વલસાડ,નવસારી અને અમદાવાદમાં આજે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો-Breaking News : Cyclone Biparjoyના પગલે ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, 55 કિમીની ઝડપે પણ પવન ફૂંકાવાની શકયતા

ગુજરાતમાં આવતીકાલથી પવનની ગતિ પણ વધવાની આગાહી છે. સુરત, વલસાડ,નવસારી અને અમદાવાદમાં આજે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30 થી 40 કિમી પ્રતિ કલાક પવનની ગતિ રહેશે. 12,14,15 જૂને પવનની ગતિ વધતી જોવા મળશે. તેમજ વરસાદી માહોલ પણ વધશે. 55 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. 12 તારીખથી દરિયામાં પવનની ગતિ વધશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

હાલમાં પોરબંદરથી વાવાઝોડું 600 કિમી દૂર છે. જેમ જેમ વાવાઝોડું નજીક આવશે તેમ દરિયામાં સિગ્નલ બદલાશે. રાજ્યના તમામ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 24 કલાક વાવાઝોડું બિપરજોય ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. 24 કલાક બાદ ઉત્તર – ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. પાંચ દિવસ બાદ નલિયાથી 200 કિમિ દૂર વાવાઝોડું રહી શકે છે. રાજ્યમાં વાવાઝોડું ટકરાશે નહિ. જોકે દરિયાઈ પટ્ટા પર ભારે પવન અને વરસાદ જોવા મળી શકે છે. ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. ગુજરાત રિજીયનમાં વરસાદી માહોલ રહેશે.

બિપોરજોયની અસરના પગલે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે…તો બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે. સ્થિતિને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તો 5 દિવસની આગાહીમાં વાવાઝોડાની અસરને પગલે પ્રથમ બે દિવસ 35થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે છેલ્લા દિવસે 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:09 pm, Sat, 10 June 23

Next Article