Breaking News : ગુજરાતમાંથી 1 કરોડની કિંમતનો 4,433 કિલો પોશ ડોડાનો જથ્થો ઝડપાયો

|

May 30, 2023 | 1:36 PM

ગુજરાતમાંથી 1 કરોડની કિંમતનો 4,433 કિલો પોશ ડોડાનો જથ્થો ઝડપાયો છે.રાજસ્થાનના રજીસ્ટ્રેશન નંબર સાથેનો કન્ટેનર ટ્રક ઝારખંડથી રાજસ્થાન થઈને ગુજરાતમાં ખસખસનો જંગી જથ્થો લઈ જઈ રહ્યો હોવાના ચોક્કસ ઈન્ટેલિજન્સ ઈનપુટને પગલે, મધ્યપ્રદેશના મંદસૌર અને નીમચના સીબીએન અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી હતી અને 28 મેના રોજ તેને ટ્રેક કરવા માટે મોકલવામાં આવી હતી.

Breaking News : ગુજરાતમાંથી 1 કરોડની કિંમતનો 4,433 કિલો પોશ ડોડાનો જથ્થો ઝડપાયો
Gujarat Poppy straw

Follow us on

Mehsana : ગુજરાતમાંથી(Gujarat)  1 કરોડની કિંમતનો 4,433 કિલો પોશ ડોડાનો જથ્થો ઝડપાયો છે.સેન્ટ્રલ બ્યુરો ઑફ નાર્કોટિક્સ (CBN) મધ્યપ્રદેશ એકમે ગુજરાતમાં મહેસાણા ટોલ પ્લાઝા ખાતે કન્ટેનર ટ્રકમાં બિસ્કિટ બ્રાન્ડના બોક્સ પાછળ છુપાવેલી 206 પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરાયેલ 4,433.45 કિલો પોશના ડોડાનો જથ્થો જપ્ત કર્યો છે.

પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, આની બજાર કિંમત લગભગ એક કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. અધિકારીએ જણાવ્યું હતું કે માદક દ્રવ્યોના જપ્તીના સંબંધમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જેમાં રાજસ્થાનના રજીસ્ટ્રેશન નંબર સાથેનો કન્ટેનર ટ્રક ઝારખંડથી રાજસ્થાન થઈને ગુજરાતમાં ખસખસનો જંગી જથ્થો લઈ જઈ રહ્યો હોવાના ચોક્કસ ઈન્ટેલિજન્સ ઈનપુટને પગલે, મધ્યપ્રદેશના મંદસૌર અને નીમચના સીબીએન અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી હતી અને 28 મેના રોજ તેને ટ્રેક કરવા માટે મોકલવામાં આવી હતી.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

ડેપ્યુટી નાર્કોટિક્સ કમિશનર ડૉ. સંજય કુમાર મીનાએ પીટીઆઈને જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે શંકાસ્પદ માર્ગ પર કડક દેખરેખ રાખવામાં આવી હતી અને CBN અધિકારીઓ દ્વારા વાહનની સફળ ઓળખ પછી ટ્રકને ગુજરાતમાં મહેસાણા ટોલ પ્લાઝા પર અટકાવવામાં આવી હતી.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 1:21 pm, Tue, 30 May 23

Next Article