Breaking News: વડોદરા પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા 3 પીઆઈની બદલી, જુઓ Video

|

Apr 01, 2023 | 9:53 PM

વડોદરામાં રામનવમીને દિવસે પથ્થરમારો થયા બાદ આ ઘટનામાં પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા 3 પી. આઇ.ની બદલી કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નર દ્વારા PI એમ.એસ.સગરની ટ્રાફ્રિક વિભાગમાં બદલી કરવામાં આવી છે તો ગોરવાના પીઆઇ એચ.એમ. ધાંધલ સિટી પોલીસ મથકના નવા પીઆઇ બનાવવામાં આવ્યા છે અને ટ્રાફિક પી.આઇ. એમ. જે. મકવાણાને ગોરવા પોલીસ મથકનો હવાલો સોંપવામાં આવ્યો છે.

Breaking News: વડોદરા પથ્થરમારાની ઘટના બાદ પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા 3 પીઆઈની બદલી, જુઓ Video

Follow us on

વડોદરામાં રામનવમીને દિવસે પથ્થરમારો થયા બાદ આ ઘટનામાં પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા 3 પી. આઇ.ની બદલી કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નર દ્વારા PI એમ.એસ.સગરની ટ્રાફ્રિક વિભાગમાં બદલી કરવામાં આવી છે તો ગોરવાના પીઆઇ એચ.એમ. ધાંધલ સિટી પોલીસ મથકના નવા પીઆઇ બનાવવામાં આવ્યા છે. અને ટ્રાફિક પી.આઇ. એમ. જે. મકવાણાને ગોરવા પોલીસ મથકનો હવાલો સોંપવામાં આવ્યો છે.  નોંધનીય છે કે  રામનવમીના દિવસે પથ્થર મારાની ઘટના સીટી પોલીસ મથકની હદમાં બની હતી

 

SITની રચના કરવામાં આવી

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં થયેલા પથ્થરમારાની ઘટનામાં શહેર પોલીસ પર IBના ઈનપુટ્સને હળવાશથી લેવાનો આરોપ લાગ્યો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

રામનવમીના દિવસે શોભાયાત્રામાં થયેલ પથ્થરમારાની ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે SITની રચના કરવામાં આવી છે. આ ઘટના કોના ઈશારે થઈ, ઘટના પાછળ કોનો દોરી સંચાર હતો એ તમામ ઘટનાક્રમ અંગે તપાસનો ધમધમાટ શરૂ છે. તો બીજી તરફ શહેર પોલીસની ચૂક અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે.

IBનું એલર્ટ હોવા છતા શોભાયાત્રા દરમિયાન હિંસા

સૌથી મોટો સવાલ એ પણ છે કે રાજ્ય પોલીસ વડાનો સ્પષ્ટ આદેશ અને IBનું એલર્ટ હોવા છતા શોભાયાત્રા દરમિયાન હિંસા કેવી ફાટી નીકળી? શું શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા પૂર્વ આયોજિત કાવતરુ હતુ કે કેમ તે તપાસનો વિષય છે. જો કે સૌથી મોટો તપાસનો વિષય એ છે કે શું વડોદરા શહેર પોલીસ ઉંઘતી ઝડપાઇ છે?

રામનવમીની શોભાયાત્રાને લઈને રાજ્યના પોલીસ વડાએ શહેર પોલીસને એલર્ટ રહેવાના આદેશ આપ્યા હતા, ખુદ ઇન્ટેલિજન્સ બ્યુરોએ પણ પોલીસને સતર્ક રહેવાના ઇનપૂટ આપ્યા હતા. છતાં શોભાયાત્રા દરમિયાન નાનામોટા છમકલા થયા. દુર્ભાગ્યપૂર્ણ બાબત તો એ છે કે પોલીસ મંજૂરી સાથે યોજવામાં આવેલી શોભાયાત્રાને ખુદ પોલીસ જ રક્ષણ ન આપી શકી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:02 pm, Sat, 1 April 23

Next Article