Breaking News : Cyclone Biparjoyના પગલે જામનગરમાં 100 વર્ષ જૂનું રેલવે સ્ટેશન તોડી પડાયુ, 15 હજાર લોકોનું કરાવાશે સ્થળાંતર

|

Jun 13, 2023 | 3:39 PM

જામનગરમાં વાવાઝોડાને લઈને જિલ્લા તંત્ર એક્શન મોડમાં છે. JMCના કમિશનરે વાવાઝોડાને લઈને પ્રતિકિયા આપી છે. જામનગર શહેરમાં વાવાઝોડાની અસર થવાની શક્યતા છે. તારીખ 14 અને 15 જૂનના રોજ શહેરમાં 80 વધુ KMPSની ઝડપે પવન ફૂંકાશે.

Breaking News : Cyclone Biparjoyના પગલે જામનગરમાં 100 વર્ષ જૂનું રેલવે સ્ટેશન તોડી પડાયુ, 15 હજાર લોકોનું કરાવાશે સ્થળાંતર

Follow us on

Jamnagar : જામનગરમાં બિપરજોય વાવાઝોડાને લઈને તંત્ર સજજ છે. આશરે 100 વર્ષ જૂના જુના રેલવે સ્ટેશનને (railway station) તોડી પાડવામાં આવ્યુ છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે બુલડોઝર ફેરવી આ જર્જરીત હાલતમાં રહેલા જુના રેલવે સ્ટેશનને તોડી પાડવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Cyclone Biparjoy: પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ચક્રવાતી તોફાન ‘બિપરજોય’નું સંકટ, ભારતીય રેલ્વે દ્વારા લેવાયા સાવચેતીના પગલા

જામનગરમાં વાવાઝોડાને લઈને જિલ્લા તંત્ર એક્શન મોડમાં છે. JMCના કમિશનરે વાવાઝોડાને લઈને પ્રતિકિયા આપી છે. જામનગર શહેરમાં વાવાઝોડાની અસર થવાની શક્યતા છે. તારીખ 14 અને 15 જૂનના રોજ શહેરમાં 80 વધુ KMPSની ઝડપે પવન ફૂંકાશે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

વાવાઝોડાના પગલે જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે જામનગર તંત્ર દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. બંદરની નજીક રહેતા 15 હજાર લોકોનું સ્થળાંતર કરાવવામાં આવશે. લોકોની રહેવા અને જમવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. શહેરમાં 30 જેટલા શેલ્ટર હોમ ઊભા કરવામાં આવ્યા છે. જામનગરની તમામ સ્કૂલો પણ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ જામનગરમાં જર્જરિત ઇમારતોને કારણે કોઇ જાનહાની ન થાય તે માટે તે ઇમારતોને ઉતારી લેવાની કામગીરી શરુ કરવામાં આવી છે. સૌથી પહેલા તો જામનગરમાં 100 વર્ષ જૂના રેલવે સ્ટેશનને જ તોડી પડાયુ છે. આજે વહેલી સવારથી જ તેની તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જામનગરના કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં બીપરજોયની અસર જોવા મળી રહી છે. કાલાવડ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારો આજે વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળ જોવા મળી રહ્યા છે. કાલાવડ શહેર સહિત તાલુકાના નિકાવા, હરિપર, નાનાવડાલા, નવાગામ સહિત અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

વરસાદ પડતાં જાહેરમાર્ગો પર પાણી ફરી વળ્યાં છે. 1 કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. વરસાદના કારણે જામનગર અને તેની આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઇ છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:38 am, Tue, 13 June 23

Next Article