બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો, રાણપુર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ

રાણપુરના(Ranpur) કિનારા, નાગનેશ, અલમપુરા, ધારપીપળા અને કેરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ વરસાદ (Rain) થયો હતો.

બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો, રાણપુર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ
Rain in Botad
| Edited By: | Updated on: Jun 14, 2022 | 9:52 AM

બોટાદ જિલ્લામાં(Botad District)  પણ વરસાદી માહોલ છવાયો હતો.રાણપુર શહેર (Ranpur City) સહિત ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ધરતી પુત્રોમાં આનંદની લાગણી જોવા મળી હતી. રાણપુરના કિનારા, નાગનેશ, અલમપુરા, ધારપીપળા અને કેરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ વરસાદ (Rain) થયો હતો.વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા હતા, જેને કારણે રહાદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્યના 108 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો

રાજ્યભરમાં મેઘ મહેર (Rain) શરૂ થઇ ગઇ છે.રાજ્યના 108 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.રાજ્યના 50 તાલુકામાં અડધાથી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો.જિલ્લાવાર વરસાદની વાત કરીએ તો રાજકોટમાં(Rajkot) પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.સેન્ટ્રલ રાજકોટમાં પોણો ઇંચ અને પશ્ચિમ રાજકોટમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.જેને લઇ ઠેર ઠેર પાણી ભરાયા હતા.તો નીચાણવાળી સોસાયટીઓમાં ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા.જેને લઇ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ચોમાસાના આગમનથી જ સારો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી, પરંતુ  કેટલાક વિસ્તારમાં વરસાદ મુસીબત બનીને વરસ્યો.વરસાદ સાથે વીજળી પડવાથી રાજ્યમાં 5 લોકોના મોત થયા.

આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી

આજે સમગ્ર ગુજરાતમાં(Gujarat) ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું(IMD) માનીએ તો આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 14, 15 અને 16 જૂને ખાસ કરીને અમદાવાદ, આણંદ, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર અમરેલી, રાજકોટ, જૂનાગઢ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ પડી શકે છે.