બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામના શખ્સ જે જુગારના અનેક ગુનામાં સંડોવાયેલ છે, તેને બોટાદ પોલીસે બોટાદ, અમરેલી, ભાવનગર એમ ત્રણ જિલ્લામાંથી તડીપારનો હુકમ કરવામાં આવ્યો હતો. જેથી ઢસા પોલીસે શખ્સની ધરપકડ કરી હતી અને તડીપારના હુકમનો અમલ કરીને વ્યક્તિને ત્રણેય જિલ્લામાંથી તડીપાર કરી હુકમનો પાલન કર્યું હતું છે. આ શખ્સને 3 મહિના માટે આ ત્રણેય જિલ્લામાંથી તડીપાર કર્યો છે.
ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારે જુગારની બદી હટાવવા અને જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શખ્સો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરવા સુચના આપેલી હતી. ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષકની સુચનાથી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયાએ જિલ્લામાં જુગારની બદી હટાવવા માટે જાણીતા જુગારી વિરુદ્ધ હદપારી અને પાસા કરવા સુચના આપી હતી.
જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ ઢસા પોલીસ સ્ટેશનના પી.આઈ વી.એલ.સાકરીયા તથા ઢસા પોલીસ સ્ટાફ દ્વારા ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારના અનેક કેસોમાં સંડોવાયેલા અને જાણીતા જુગારી ઢસા ગામના પપ્પુ ઉર્ફે પોલાડ જયસુખભાઇ સુવાણને હદપાર કરવા દરખાસ્ત કરવામાં આવેલ હતી.
હદપારની દરખાસ્ત અનુસંધાને બોટાદ સબ.ડીવી. મેજીસ્ટ્રેટે જાણીતા જુગારી રાકેશભાઇ ઉર્ફે પપ્પુ ઉર્ફે પોલાડ જયસુખભાઇ સુવાણને ત્રણ માસ માટે બોટાદ જિલ્લા તથા બોટાદ જિલ્લાને અડીને આવેલ ભાવનગર, અમરેલી, જિલ્લામાંથી હદપારનો હુકમ કરવામાં આવ્યો હતો.
ત્યારે તારીખ 5-11-23ના રોજ જાણીતા જુગારી રાકેશભાઇ ઉર્ફે પપ્પુ ઉર્ફે પોંલાડ જયસુખભાઇ સુવાણને ઢસા પોલીસે હુકમનો અમલ કરીને શખ્સને બોટાદ જિલ્લા તથા બોટાદ જિલ્લાને અડીને આવેલા ભાવનગર, અમરેલી, જિલ્લામાંથી પણ તડીપાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: બોટાદ સમાચાર: ગઢડાના જીવદયા પ્રેમી યુવાનોની સરાહનીય કામગીરી, અકસ્માતો અટકાવવા પશુઓને લગાવ્યો રેડિયમ બેલ્ટ
(Input Credit: Brijesh Sakariya)