Botad : ચોમાસું આવવામાં હવે ગણતરીના દીવસો બાકી, તેમ છતાં શરૂ નથી થઈ પ્રિ-મોન્સૂન કામગીરી

|

May 29, 2022 | 2:36 PM

બોટાદ (Botad Latest News) પાલિકા પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરી હોવાનો દાવો કરી રહી છે. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ છે. ગટરમાં ગંદકીનું સામ્રાજ્ય, વોકળામાં કચરાના ઢગ, સફાઇના નામે મીંડુ જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. આમ છતા, ચોમાસા દરમિયાના નાગરિકોને પડતી હાલાકી અંગે બોટાદ નગરપાલિકા હજુ જાગૃત નથી થઈ. ચોમાસું આવવામાં ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે પાલિકા હજી પ્રિ મોન્સૂનની કામગીરીની યાદી બનાવામાંથી ઉંચી નથી આવતી. અહીંના લોકો પાલિકાને સવાલ પૂછી રહ્યા છે કે, હજી યાદી જ બનાવ્યા કરશો તો પ્રિ મોન્સૂનની કામગીરી ક્યારે કરશો ?  બોટાદ (Botad Latest News) પાલિકા પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરી હોવાનો દાવો કરી રહી છે. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ છે. ગટરમાં ગંદકીનું સામ્રાજ્ય છે. વોકળામાં કચરાના ઢગ ખડકાયેલા છે. સફાઇના નામે મીંડુ જોવા મળી રહ્યું છે. ત્યારે પાલિકા કાગળ પર જ કામગીરી કરશે કે શું ? હાલ નક્કર કામગીરીને બદલે વાતોના વડાં જ કરવામાં આવી રહ્યાં છે.

પાલિકા તંત્ર સામે ઉઠી રહ્યા છે આ સવાલો ?

ચોમાસા દરમિયાન લોકોના ઘરમાં તેમજ દુકાનોમાં પાણી ઘુસી જાય છે. લોકોને ભારે હાલાકિ ભોગવવી પડતી હોય છે. આ અંગે સત્તાધિશોને પુછવામાં આવતા જણાવાયુ હતુ કે, હાલ જર્જરીત મકાનોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. તેમજ ઉતાવળી નદી કે શહેરના વોકળા જ્યાં પાણીનો આવરોધ થતો હોય તેની પણ યાદી તૈયાર કરીને તે અવરોધ દુર કરવાની કામગીરી કરવામાં આવશે. ચોમાસુ તો આવ્યું, પરંતુ તંત્ર ક્યારે કરશે કામગીરી ? શું તંત્રએ માત્ર કાગળ પર જ કરી છે કામગીરી ? પ્રિ-મોન્સૂન કામગીરીના નામે લોલમલોલ ક્યાં સુધી ? તંત્ર પ્રિ-મોન્સૂન કામગીરી પ્રત્યે ક્યારે બનશે ગંભીર ? ચોમાસામાં પાણી ભરાશે તો કોણ લેશે જવાબદારી ? બોટાદમાં પ્રિ-મોન્સૂન કામગીરીના નામે લોલમલોલ ચાલી રહી છે. તંત્ર વાયદાઓ મસ્ત છે, તો પ્રજા મુશ્કેલીથી ત્રસ્ત છે. ત્યારે ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં શહેરના હાલ બેહાલ થાય તો નવાઇ નહીં.

Next Video