Botad : બિસ્માર રસ્તાથી ગ્રામજનો પરેશાન,સમસ્યા નહીં ઉકેલાયતો ચૂંટણી બહિષ્કારની ચીમકી

બોટાદ જિલ્લાના (Botad District) કાપડીયાળી-ઢાઢોદર રોડ છેલ્લા 2 વર્ષથી બિસ્માર હાલતમાં છે. ખાડા ખડિયાવાળા રસ્તાનો ઉપયોગ કરતા એક્સિડન્ટ, ટ્રાફિક જામ જેવી અનેક સમસ્યાઓનો લોકોને સામનો કરવો પડે છે.

Botad : બિસ્માર રસ્તાથી ગ્રામજનો પરેશાન,સમસ્યા નહીં ઉકેલાયતો ચૂંટણી બહિષ્કારની ચીમકી
Symbolic Image
| Edited By: | Updated on: May 13, 2022 | 2:35 PM

Botad News : અંતરિયાળ વિસ્તારના વિકાસના દાવા વચ્ચે પ્રાથમિક સુવિધાની ફરિયાદો ઉઠી છે.બોટાદ જિલ્લાના કેટલાક ગામોમાં હજુ પણ લોકોએ પ્રાથમિક સુવિધાઓ માટે હવાતિયા મારવા પડી રહ્યા છે.જિલ્લાના (Botad District) કાપડીયાળી-ઢાઢોદર રોડ છેલ્લા 2 વર્ષથી બિસ્માર હાલતમાં છે. ખાડા- ખડિયાવાળા રસ્તાનો ઉપયોગ કરતા એક્સિડન્ટ, ટ્રાફિક જામ જેવી અનેક સમસ્યાઓનો લોકોને સામનો કરવો પડે છે.જો આ રસ્તાનું (Road) સમારકામ ન થાય તો ગ્રામજનો ચૂંટણી(Gujarat Election)  બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે.

લોકોને પારાવાર મુશ્કેલી…!

ઉલ્લેખનીય છે કે,સાળંગપુર, ગઢડા જતા અનેક શ્રદ્ધાળુઓ આ રસ્તે થઇને જાય છે, તેમજ અનેક વાહનચાલકો (Vehicle) અહીં આવેલા CNG પંપનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ખરાબ રસ્તાને લીધે લોકો શારીરિક તકલીફોનો ભોગ બની રહ્યા છે. ઉપરાંત અવરજવર માટે અહીં બસો મુકાય તેવી પણ ગ્રામજનો માગણી કરી રહ્યા છે. બસની સુવિધાઓના અભાવને કારણે પ્રસૂતા મહિલાઓ, વિદ્યાર્થીઓને(Student)  પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.મળતી માહિતી મુજબ વર્ષ 2020માં રોડની કામગીરી માટે 442.27 લાખની માતબર રકમ મંજૂર કરવામાં આવી હતી ત્યારે આ પૈસા ક્યાં ગયા તેવા ગ્રામજનો સવાલો ઉઠી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, બોટાદ શહેર(Botad City)  સહિત જિલ્લાના રોડ રસ્તાઓની હાલત અતિ બિસ્માર છે. જેમાં વાત કરીએ બોટાદથી ઢસા સુધીનો 45 કિલોમીટરનો રોડ ઘણા વર્ષોથી ખખડધજ હાલતમાં વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. બોટાદથી ઢસા સુધીના આ રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે જેને લઇ વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આ રોડ પર તાત્કાલિક સમાર કામ અથવા રોડ નવો બનાવવાની વાહન ચાલકો ની તંત્ર પાસે માંગ છે. આ રસ્તાની વચ્ચોવચ મસમોટા ખાડા પડવાને કારણે વાહન ચાલકોમાં અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

અનેક વખત સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી

છેલા ઘણા સમયથી આ રસ્તાની હાલત બિસમાર છે.આ પહેલા અનેક વખત સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી ચૂકી છે,પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.બીજી તરફ ચૂંટણી પણ નજીક આવી રહી છે,ત્યારે નારાજ ગ્રામલોકોએ જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવેતો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.