આગામી 6 એપ્રિલ ના રોજ હનુમાન જયંતીને લઈ તહેવાર દરમિયાન સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ગુજરાતના શહેરો ગ્રામ્ય તથા આજુ-બાજુના રાજયના આશરે 5 થી 7 લાખ જેટલા શ્રધ્ધાળુઓ સાળંગપુર ખાતે બાય રોડ આવતા હોય જેથી વાહનોની ટ્રાફિક સમસ્યા નિવારવા અને માર્ગ અકસ્માત અટકાવવા સાથે લોકોને વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે માર્ગ બંધ કરવા તથા વાહનોના ટ્રાફિક ડાયવર્ટ આપવામાં આવ્યો છે.
વાહનોના ટ્રાફિક ઘસારાના કારણે બનતા વાહન અકસ્માત અટકાવવા અને સુચિત રીતે ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે માટે 6 એપ્રિલ સવારે 7:00 કલાક થી સાંજે 6 :30 વાગ્યા સુધી જાહેર માર્ગ મોટા વાહન માટે બંધ કરવા આવશે. કોઈ પણ જાતના બનાવો નહિ બને તેને માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.
બોટાદ પોલીસ મહાનિદેશ દ્વારા વાહનોનો ઘસારો વધુ નહિ થાય તેને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરી વિવિધ રૂટોમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, મંદિરના દર્શને આવતા લોકોને આ નિયમો પાળવાના રહેશે.
આ પણ વાંચો : બ્રહ્મચારી હનુમાન છે એક પુત્રના પિતા, બેટ દ્વારકામાં છે મંદિર, વાંચો રોચક કથા
મહત્વનું છે કે, આ સાથે ઇમરજન્સી સેવાને લઈને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઇમરજન્સી સેવાઓ માટેના જે વાહનો છે તે તમામ વાહનોને આ રુટ પ્રતિબંધ અંગે જાહેરનામાં માંથી મુક્તિ આપવામાં આવી છે. જેથી ઇમરજન્સી સેવાઓમાં કોઈ ખલેલ આવશે નહિ.
હનુમાન જયંતીની ઉજવણી શાંતિ પૂર્ણ માહોલમાં સૂચરું રીતે પૂર્ણ થાય તેને માટે પૂર્ણ તૈયારીઓ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. આ દિવસે સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે વિવિધ રાજ્યો માંથી લોકો મંદિરના દર્શને આવવાના છે. જેને લઈ ઉત્તમ આયોજન થાય તે માટે મંદિર સંચાલકો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.