બોટાદ (Botad)સાળંગપુર હનુમાનજી મંદિર (Salangpur Hanuman Temple )ખાતે ઉજવાયો દિવ્ય રંગોત્સવ. (Rangotsav) દાદાને પણ આજે કરવામાં આવ્યો પિચકારી સાથે રંગોનો શણગાર. 2000થી વધુ અબીલ ગુલાલ ઉડાડવા આવ્યો તો કલર ના કરવામાં આવ્યા બ્લાસ્ટ. 2500થી વધુ ચોકલેટ ઉડાડી સંતોના સાનિધ્યમાં ભક્તોએ કરી ધુળેટી પર્વની ઉજવણી.
બોટાદ જિલ્લાનું વિશ્વ અને સુપ્રસિધ્ધ સાળંગપુર ધામ. અહીં મંદિર વિભાગ દ્વારા દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે. ત્યારે આજે ધુળેટીનો પર્વ પણ મંદિર વિભાગ દ્વારા દિવ્ય રંગોત્સવ સાથે ઉજવવામાં આવ્યો. હનુમાનજી દાદાને આજે ધુળેટી પર્વ નિમિત્તે અલગ અલગ રંગ બેરંગી કલરથી શણગાર કરવામાં આવ્યા તો દાદાની સામે ધુળેટીના અલગ-અલગ રંગો અને પિચકારી મૂકી જાણે દાદા પણ ધુળેટી પર્વના રંગે રંગાયા હોય તેવું લાગતું હતું.
સાળંગપુર મંદિર વિભાગના કોઠારી વિવેકસાગર સ્વામી અને શાસ્ત્રી હરિ પ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે હનુમાનજી દાદાના મંદિર પટાગણમાં દિવ્ય રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંતો દ્વારા 2000 કિલો જેટલો અલગ અલગ કલર સાથે અબીલ,ગુલાલ અને હવામાં 70 ફૂટ જેટલા બ્લાસ્ટ કરી આકાશી કલર હરિ ભક્તો પર ઉડાડવામાં આવ્યો. તો આશરે 2500 કરતા વધુ ચોકલેટ ઉડાડી સંતોએ હરિ ભક્તો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી.
તો હરિભક્તો પણ આજે સંતોના સાનિધ્યમાં અલગ અલગ રંગો સાથે રંગાઈ અને અનેરા આનંદ સાથે ડી.જે.ના તાલે જુમતા જોવા મળ્યા. તો સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિ પ્રકાશ સ્વામી પણ આજના આ દિવ્ય રંગોત્સવને લઈ ખૂબ આનંદમાં જોવા મળ્યા. અને હરિ ભક્તો સાથેના ધુળેટી પર્વમાં હરિ ભક્તોએ પણ ખૂબ આનંદ કર્યો. જે વાતથી સંતોમાં આજે અનેરો આનંદ અને લાગણી જોવા મળતી. સંતો પણ આજે ધુળેટી પર્વના આ રંગોત્સવ નિમિતે ડી.જે.ના તાલે જુમતા જોવા મળ્યા અને આનંદ કરતા નજરે પડ્યા.