BOTAD : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ બોટાદ જિલ્લાના ગઢડાના પ્રવાસે છે. સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગઢડામાં મુખ્યપ્રધાન પટેલે 20 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત લિંબતરું યાત્રી ભવનનું લોકાર્પણ કર્યું અને શ્રીજીના પૂજન અર્ચન કર્યા હતા. આ વેળાએ નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ,પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સૌરભ પટેલ,આત્મારામ પરમાર તેમજ ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટીઓ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ તેમજ અગ્રણીઓ અને ભાવકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અહી જાહેરસભાને સંબોધતા મુખ્યપ્રધાને વડપ્રધાન મોદી અને તેમના વિકાસમંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ અંગે વાત કરી હતી. મુખ્યપ્રધાને કહ્યું કે સરકાર બધા સાથે રહીને જો આગળ વધારીએ ત્યારે તેનો વિકાસ જ કઈ ઓર હોય છે. તેમણે કહ્યું વડાપ્રધાન મોદીના વિકાસમંત્ર સૌનો સાથ, સૌનો વિકાસનો આજે આપણને અનુભવ થાય છે કે સૌ અઠે રહીએ તો કેટલો વિકાસ થાય છે.
મુખ્યપ્રધાને કહ્યું સરકાર અને સમાજ સાથે મળીને જે વિકાસ કરે છે એ લગા જ હોય છે. તેમણે કહ્યું નાની નાની વસ્તુઓ, જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફાઈ ઝુંબેશની વાત કરતા હોય, શૌચાલય બનાવવાની વાત હોય, ઘરે ઘરે ગેસ આપવાની વાત હોય, આપણને લાગે કે આટલા વર્ષો પછી પણ આટલી નાની નાની વાતો. ઘરે ઘરે પાણી માટેનું અભિયાન પણ અત્યારે શરૂ છે. અત્યારે આઝાદીના આટલા વર્ષો બાદ ઘરે ઘરે નલ સે જલ યોજનાથી પાણી આપવામાં આવી રહ્યું છે.
મુખ્યપ્રધાને કહ્યું વડાપ્રધાન મોદીના વિઝન આત્મનિર્ભર ભારત અને એક ભારત શ્રેષ્ઠ ભારતમાં ગુજરાત પણ કદમ મિલાવી આત્મનિર્ભર ગુજરાત બનશે. તેમણે કહ્યું ગુજરાત સરકારની નવી ટીમ પણ એટલી જ તત્પર છે. મુખ્યપ્રધાને કહ્યું લોકોને કોઈ પણ કામ માટે બીજો ધક્કો ખાવો ના પડે એવા અમારા પ્રયાસ છે. તેમણે કહ્યું નીતિનિયમોમાં અસમંજસતા ભર્યા શબ્દોને સરકાર બદલવાનો પ્રયત્ન કરશે. લોકોને હેરાનગતિ ન થાય એના માટેના અમારા પ્રયત્નો છે.
મુખ્યપ્રધાને કહ્યું કે જ્યાં સુધી નરેદ્ર મોદી વડપ્રધાન છે ત્યાં સુધી વિકાસના કોઈ કામમાં પૈસા નહી ખૂટે. કોરોના જેવી મહામારીમાં પણ વિકાસના એક પણ કામ અટક્યા નથી. તેમણે કહ્યું વડાપ્રધાને જે કેડી કંડારી છે એ કેડી પર અમે પણ આગળ વધીએ.
તેમજ ભગવાન શ્રી ગોપીનાથજીના ૧૯૨માં પાટોત્સવ પ્રસંગે ધર્મસભામાં ઉપસ્થિત રહેવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું હતું. (૨/૨) pic.twitter.com/U6Vl3HjhnX
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 17, 2021
આ પણ વાંચો : AHMEDABAD : ઇસ્કોનથી એરપોર્ટ સુધી BRTS બસ દોડશે, દર 15 મિનીટે બસ મળશે
આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટમાં 7 નવા ન્યાયાધીશોની નિમણૂક, બે મહિલા જજનો પણ સમાવેશ