Botad: સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની આજે બેઠક મળશે. સ્વામીનારાયણ ભગવાને બાંધેલા મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો હાજર રહેશે.સ્વામીનારાયણ ભગવાને બાંધેલા મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો હાજર રહેશે. વડતાલ, જુનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો હાજર રહેશે. સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવપક્ષના સંતો હાજરી આપે તેવી શક્યતા છે. BAPS સ્વામીનારાયણ મંદિરના સંતો પણ બેઠકમાં હાજર રહી શકે છે. આ બેઠકમાં RSSના આગેવાનો પણ હાજર રહે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે.
સાળંગપુર ધામમાં વિવાદી ભીંતચિત્રોને લઈને દેશભરના સાધુસંતોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ અગાઉ RSS નેતા રામ માધવ પણ સારંગપુર પહોંચ્યા હતા.વિવાદી ભીંતચિત્રો મુદ્દે તેમણે સ્વામીનારાયણના સંતો સાથે મુલાકાત કરી હતી. રામ માધવની આ સારંગપુર મુલાકાત ઘણી મહત્વની ગણાઈ રહી છે.
આ અગાઉ RSS નેતા રામ માધવ પણ સારંગપુર પહોંચ્યા હતા.વિવાદી ભીંતચિત્રો મુદ્દે તેમણે સ્વામીનારાયણના સંતો સાથે મુલાકાત કરી હતી. રામ માધવની આ સારંગપુર મુલાકાત ઘણી મહત્વની ગણાઈ રહી છે. સાળંગપુરમાં વિવાદી ભીંતચિત્રોના વિવાદ દિવસે દિવસે વધુ વકરી રહ્યો છે. સનાતન ધર્મમાં ભારે રોષ ફેલાયો છે. જગદગુરુ શંકરાચાર્ય, મોરારીબાપુ, સ્વામી સચ્ચિદાનંદ સહિતનાએ આ ભીંતચિત્રો મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી ચુક્યા છે. આ વિવાદને પગલે આજે સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સંતોની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યના મોટાભાગના સાધુ સંતો હાજર રહ્યા હતા. હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ-સંતોમાં આક્રોશ છે. સાધુ-સંતો અને હિંદુ સંગઠનો એક્ઠા થઈ વ્યુહરચના બનાવવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યુ છે.આ બેઠકમાં વિવિધ મુદ્દા પર ચર્ચા થઈ હતી. જેમા સનાતન ધર્મના સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:15 pm, Sun, 3 September 23