Botad: સાળંગપુર કષ્ટભંજન દેવની સ્થાપના સંત ગોપાળાનંદ સ્વામીએ શા માટે કરી હતી ? જાણો આ ભવ્ય મંદિરની સ્થાપનાનો ઇતિહાસ

|

Apr 05, 2023 | 5:33 PM

ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીની સ્થાપના કરીને ચમત્કારિક છડી મૂકી જેના સ્પર્શથી આજે પણ અહીં કરોડો લોકોને પોતાની મૂંઝવણમાંથી અને આધિ વ્યાધિ ઉપાધિમાંથી છૂટકારો મળે છે અને માનસિક શાતા મળે છે

Botad: સાળંગપુર કષ્ટભંજન દેવની સ્થાપના સંત ગોપાળાનંદ સ્વામીએ શા માટે કરી હતી ? જાણો આ ભવ્ય મંદિરની સ્થાપનાનો ઇતિહાસ

Follow us on

દેશ-વિદેશના કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમા સાળંગપુર હનુમાનજી હવે ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામથી ઓળખાશે. આમ તો કષ્ટભંજન દેવ નામ બોલતા જ શ્રદ્ધાળુઓને હનુમાનદાદાની દિવ્ય પ્રતિમાનું સ્મરણ થઈ આવે, પરંતુ હવે શ્રદ્ધાળુઓને વધુ એક દિવ્ય હનુમંત પ્રતિમાના દર્શન થવાના છે ત્યારે બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે હનુમાનજીની સ્થાપના કેવી રીતે કરવામાં આવી તેનો પણ એક ઇતિહાસ છે. હનુમાનજી મંદિરમાં લોકો દૂર દૂરથી ભૂત પ્રેત આધિ વ્યાધિ ઉપાધીનું શમન કરવા માટે અહીં આવે છે ત્યારે આ મંદિરની સ્થાપના ક્યારે અને કેવી રીતે થઈ તે પણ જાણીએ.

સાળંગપુરના દરબાર વાઘા ખાચર માટે ગોપાળાનંદ સ્વામીએ કરી હનુમાનજીની સ્થાપના

આ પણ વાંચો : કિંગ ઓફ સાળંગપુર, હનુમાનજીની ભવ્ય મૂર્તિ આ રીતે થઈ તૈયાર, જુઓ અનાવરણ પહેલાના Photos

આસો વદ પાંચમે થઈ હતી મંદિરની સ્થાપના

વિક્રમ સવંત 1905માં આસો વદ પાંચમના દિવસે બોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા સાળંગપુરમાં હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને સમય જતા ખૂબ જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું હતું અને તેમાં હનુમાનજીની મૂર્તિ વિધિવત રીતે સ્થાપિત કરવામાં આવી હતી.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

સ્વામિનારાયણ ભગવાનના સંત ગોપાળાનંદ સ્વામીએ કરી હતી સ્થાપના

લાખો લોકોની વ્યાધિ અને પીડા થાય છે તેવા સાળંગપુર ધામ ખાતે હનુમાનજી મહારાજની સ્થાપના સ્વામિનારાયણ ભગવાનના વરિષ્ઠ સંત એવા ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. એવી કથા છે કે સાળંગપુરના દરબાર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને તેમના આંગણે થઈને સંતો ભક્તો ગઢડા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે જતા હતા પરંતુ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે વાઘા ખાચર ગઢડા તરફ ભગવાન સ્વામિનારાયણના સંતો ભક્તોના સંઘ જતા હતા તેમની સેવા કરી શકતા નહોતા અને વ્યથિત રહેતા હતા.

આવા સમયે ગોપાળાનંદ સ્વામીએ તેમને કહ્યું કે હું તમને પ્રતાપી હનુમાનજીની સ્થાપના કરી આપું છું અહી દેશ વિદેશથી કરોડો લોકો પોતાની વ્યાધિ દૂર કરવા આવશે. તે નિમિત્તે જે આવક થાય તેનાથી તમે સંતો ભક્તોની સેવા કરજો.

ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીનું ચિત્ર બનાવ્યું

આમ કહીને તેમણે પોતાના હાથે એક સુંદર ચિત્ર બનાવ્યું અને શિલ્પકારને આ ચિત્ર અનુસાર કારીગરને ખૂબ જ સુંદર મૂર્તિ બનાવવા કહ્યું. તેમણે જે ચિત્ર બનાવ્યું હતું તેમાં હનુમાનજીએ શનિદેવને પગ નીચે દબાવી દીધા હતા તે જ પ્રસંગને દર્શાવતી મૂર્તિ આજે સાળંગપુર મંદિરમાં બિરાજમાન છે. ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીની સ્થાપના કરીને ચમત્કારિક છડી મૂકી જેના સ્પર્શથી આજે પણ અહીં કરોડો લોકોને પોતાની મૂંઝવણમાંથી અને આધિ વ્યાધિ ઉપાધિમાંથી છૂટકારો મળે છે અને માનસિક શાતા મળે છે અને ગોપાળાનંદ સ્વામી દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છડી પણ અહીં દર્શન માટે રાખવામાં આવી છે.

ખૂણે ખૂણેથી લોકો આવે છે હનુમાનજીના દર્શન કરવા

ગુજરાત તેમજ દેશમાંથી પણ ભાવિકો અહીં દર્શન કરવા આવે છે તેમજ વિદેશમાંથી પણ આસ્થાળુઓ કષ્ટભંજન દેવના દર્શન કરવા આવે છે. ખાસ કરીને મંગળવાર, શનિવાર, પૂનમ, અમાસ, હનુમાન જયંતિ, કાળી ચૌદસ અને વિવિધ તહેવારના દિવસો દરમિયાન અહીં ભાવિકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડે છે. અહીં સુખડીનો સ્વાદિષ્ટ પ્રસાદ મળે છે તેમજ આવનારા યાત્રિકો માટે રહેવા તેમજ ભોજનની પણ અહીં સુંદર વ્યવસ્થા છે. કષ્ટભંજન મંદિર વડતાલ મંદિરના તાબા હેઠળ આવે છે

આજે ‘કિંગ ઓફ સાળંગપુર’નું અનાવરણ કરવામાં આવશે

હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ એટલે કે બુધવારે સાળંગપુર ધામમાં 54 ફૂટ ઊંચી દાદાની આ પ્રતિમા ‘કિંગ ઓફ સાળંગપુર’નું અનાવરણ કરવામાં આવશે. રાકેશપ્રસાદદાસજી મહારાજના હસ્તે દાદાની ભવ્ય અને વિશાળકાય મૂર્તિનું અનાવરણ થશે. જેને લઈને સાળંગપુર હનુમાનજી મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ પાવન અવસરનો લ્હાવો લેવા માટે સાળંગપુરમાં અત્યારથી જ મોટાપાયે શ્રદ્ધાળુઓનો જમાવડો થઈ રહ્યો છે.

6 એપ્રિલે હનુમાન જયંતિના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અત્યાધુનિક ભોજનાલયનું લોકાર્પણ કરશે. દેશની પવિત્ર ભૂમિઓ પરથી માટી લાવીને આ સ્થાન પર પાથરવામાં આવી અને તેના પર ભોજનાલયનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારે દાદાના દિવ્ય મહોત્સવને લઈને પોલીસ દ્વારા પણ ટ્રાફિકથી લઈને સુરક્ષા સુધી એમ તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article