BOTAD : વરસાદી મહેરથી ઠેરઠેર પાણી ભરાયા, ખેડૂતોમાં ખુશાલીનો માહોલ

|

Jul 24, 2021 | 5:17 PM

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદે મહેર કરી છે. અમરેલી સહિત બોટાદ પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે.

BOTAD : હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદે મહેર કરી છે. અમરેલી સહિત બોટાદ પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે. બોટાદ પંથકમાં વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા. ખાસ કરીને પાળીયાદ રોડ, ગઢડા રોડ અને તુરખા રોડ પર વરસાદ વરસ્યો હતો. અને, વરસાદને કારણે નિચાણવાળા વિસ્તાર પાણી-પાણી થઇ ગયા હતા.

અહીં નોંધનીય છેકે રાજ્યમાં આજથી સાર્વત્રિક વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આજથી ચોમાસું સક્રિય થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 થી 27 જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની શક્યતા સેવાઇ રહી છે. 28 જુલાઇએ દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.

 

Next Video