Botad : સાળંગપુર માં સહસ્ત્ર કળશ મહોત્સવ અંતર્ગત પંચમુખી હનુમાનની મૂર્તિને અભિષેક કરાયો

|

Aug 29, 2021 | 7:16 PM

આ સહસ્ત્ર કળશ મહોત્સવમાં એકસાથે 1 હજાર કળશ દ્વારા ઔષધિ અને ધાન્ય સહિત પંચામૃતના અભિષેક કરવામાં આવ્યા હતા.

સાળંગપુર(Salangpur) કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત યોજાયેલા સહસ્ત્ર કળશ મહોત્સવના અંતિમ દિવસે પંચમુખી હનુમાનની મૂર્તિને અભિષેક કરવામાં આવ્યો. રવિવારે સવારે સાડા પાંચ વાગ્યાથી શરૂ થયેલો આ અભિષેક સાંજે સાડા ચાર વાગ્યે પૂરો થયો.

આ સહસ્ત્ર કળશ મહોત્સવમાં એકસાથે 1 હજાર કળશ દ્વારા ઔષધિ અને ધાન્ય સહિત પંચામૃતના અભિષેક કરવામાં આવ્યા હતા.સહસ્ત્ર કળશ અભષેક મહોત્સવ કરવા પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે હનુમાન દાદાની સ્થાપના બાદ અત્યાર સુધીમાં જો ભૂલથી પણ કોઈ દોષ થયો હોય તો તે આ અભિષેકથી દુર થાય છે તેમજ દાદાના શોર્યમાં વધારો થાય છે.

સાળંગપુરમાં સહસ્ત્ર કળશ અભિષેક મહોત્સવ અંતર્ગત જળયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં સૌ પ્રથમ વખત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સહસ્ત્ર કળશ અભિષેક મહોત્સવ તારીખ 27,28 અને 29 ઓગષ્ટ એમ ત્રણ દિવસના આ મહોત્સવનો પ્રારંભ થયો હતો. જે અંતર્ગત નારાયણ કુંડ ખાતે 1000 મહિલાઓ દ્વારા ભવ્ય જળયાત્રા કાઢવામાં આવી હતી. તેમજ આ યાત્રામાં અંબાડી સાથેના ગજરાજ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના દ્વાર જૂન માસથી ભક્તો માટે ખૂલ્યા છે.બે-અઢી મહિના બાદ મંદિરના દ્વાર ખુલતા દાદાના દર્શન કર્યા બાદ હરિભક્તોમાં ખૂબ આનંદ જોવા મળી રહ્યો હતો.તો આ તરફ મંદિર વહીવટી વિભાગ દ્વારા દર્શને આવતા હરિભક્તો માટે ફરજીયાત માસ્ક, સેનેટાઇઝ અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Gujarat Top News : રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ કે વિવિધ જિલ્લાને લગતા મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

આ પણ વાંચો : Aravalli : શામળાજીમાં વરસાદની ધમાકેદાર સવારી, અનેક જગ્યાઓએ પાણી ભરાયું

Published On - 7:12 pm, Sun, 29 August 21

Next Video