Botad : સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હિંડોળા દર્શન, રામાયણ મહાભારતના ફ્લોટસ આકર્ષણનું કેન્દ્ર

|

Aug 16, 2021 | 10:44 PM

હિંડોળા દર્શન સાથે રામાયણ, મહાભારત અને કૃષ્ણ અવતારના ફ્લોટસ પણ બનાવવામાં આવ્યા. ધાર્મિક પ્રસંગો દર્શાવતા આ ફ્લોટ દર્શનાર્થીઓને પણ પસંદ પડી રહ્યા છે.

બોટાદના પ્રખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પ્રથમ વખત હિંડોળા દર્શનનું આયોજન કરાયું છે. હિંડોળા દર્શન સાથે રામાયણ, મહાભારત અને કૃષ્ણ અવતારના ફ્લોટસ પણ બનાવવામાં આવ્યા. ધાર્મિક પ્રસંગો દર્શાવતા આ ફ્લોટ દર્શનાર્થીઓને પણ પસંદ પડી રહ્યા છે. હનુમાનજીની પ્રતિમા ફરતે ગિરનાર દર્શનનો ભવ્ય સ્લોટ બનાવવામાં આવ્યો છે. ગીરનાર પર્વતનો આભાસ થાય તે રીતે ડુંગર તેમજ વૃક્ષોથી સુશોભીત ફ્લોટ તૈયાર કરાયો છે. શ્રાવણ માસ નિમિતે બહોળી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવી રહ્યા છે.

આ પણ વાંચો : Gujarat ની રસીકરણ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ, 16 ઓગષ્ટના રોજ રસીના સાડા ચાર લાખથી વધુ ડોઝ અપાયા

આ પણ વાંચો :  Surat માં દેશના પ્રથમ ઓક્શન હાઉસમાં સિન્થેટિક ડાયમંડનું ઓક્શન યોજાયું, વેપારીઓને થશે ફાયદો

 

Next Video