Botad News: બે મિત્રોએ સાથે મળી કરી કાશ્મીરી કેસરની ખેતી, વર્ષે 32 લાખ રૂપિયાની કમાણી, જુઓ Video

|

Oct 15, 2023 | 1:10 PM

બોટાદ જિલ્લાના નાનકડા ગામડાના બે મિત્રોએ કાશ્મીરી કેસરની ખેતી કરી સમગ્ર રાજ્યને રાહ ચીંધી છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હામાપર ગામના આશિષ બાવળીયા અને ભદ્રાવડી ગામના સુભાષ કાનેટીયા જે બંને ખેડુત પુત્રો છે અને બંને મિત્રો સાથે B.Tech.સુધીનો અભ્યાસ કર્યો હતો અને જોકે બંને મિત્રોએ એગ્રીકલ્ચરમાં અભ્યાસ કર્યો છે.

Botad News:  રાજ્યમાં ખેડૂતો મોટે ભાગે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે, પરંતુ ખેતીમાં અપ્રમાણ વરસાદ કે પછી કમોસમી વરસાદ, અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે, ત્યારે રાજ્યમાં ધીમેધીમે ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરી બાગાયતી ખેતી તરફ વધી રહ્યા છે.

આ પણ વાંચો: Botad News: વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બોટાદ કાર્યક્રમમાં કરવામાં આવ્યા 306.42 કરોડના MOU, જુઓ Video

બોટાદ જિલ્લાના નાનકડા ગામડાના બે મિત્રોએ કાશ્મીરી કેસરની ખેતી કરી સમગ્ર રાજ્યને રાહ ચીંધી છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હામાપર ગામના આશિષ બાવળીયા અને ભદ્રાવડી ગામના સુભાષ કાનેટીયા જે બંને ખેડુત પુત્રો છે અને બંને મિત્રો સાથે B.Tech.સુધીનો અભ્યાસ કર્યો હતો અને જોકે બંને મિત્રોએ એગ્રીકલ્ચરમાં અભ્યાસ કર્યો છે. જમ્મુ- કાશ્મીરમાંથી કેસરના બલ્ક મંગાવવામાં આવ્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ તેનો આકાર ડુંગળી જેવો દેખાય છે. પરંતુ તેને કેસરનું બલ્ક કહેવાય છે

51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો
Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર

કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવા માટેના મશીન લગાવવામાં આવ્યા

કેસર શીત કટ્ટીબંધમાં થતો પાક હોવાના પોતાની વાડીમાં એક કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરવામાં આવ્યું હતું. કોલ્ડ સ્ટોરેજમાં સાગનું લાકડું, એર કન્ડિશન, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવા માટેના મશીન લગાવવામાં આવ્યા છે. સાથે જ ભેજ માપવા માટેના મશીનો ઓટોમેટીક સિસ્ટમ વાળા રાખવામાં આવ્યા છે. વીજળીની ખૂબ જ જરૂર હોય જેથી એક જનરેટર મૂકવામાં આવ્યું છે.

પ્રથમ વર્ષે કેસરનું 1થી 1.500 કિલો ગ્રામ ઉત્પાદન

ગુજરાતમાં સૌપ્રથમ વખત બોટાદ જિલ્લા ના ગઢડા તાલુકાના હામાપર ગામે બંને ખેડુત પુત્ર આશિષ બાવળીયા અને ભદ્રાવડી ગામનો સુભાષ કાનેટીયાએ કેસરની ખેતીની શરૂઆત કરી છે. બે વર્ષની મહેનત બાદ બંને મિત્રોને કેસરની ખેતીમાં સફળતા મળી છે. જ્યારે પ્રથમ વર્ષે કેસરનું 1થી 1.500 કિલો ગ્રામ ઉત્પાદન મળી શકે છે.

ત્યારબાદ બે પાક લઈ શકાય છે અને 4 કિલો વર્ષમાં ઉત્પાદન થાય છે. હાલ જાહેર માર્કેટમાં કેસરનો એક કિલોનો ભાવ 7થી 8 લાખ સુધીનો છે અને આ કેસરની ખેતી 100 ટકા ઓર્ગેનિક કરવામાં આવે છે આમ આ બંને મિત્રોની મહેનત રંગ લાવી છે અને બંનેએ આધુનિક યુગમાં ખેતી કરવા માગતા યુવાનોને નવી રાહ દેખાડી છે.

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Brijesh Sakariya)

Published On - 1:00 pm, Sun, 15 October 23

Next Article