BOTAD: મનરેગાના કર્મચારીઓએ પગાર વધારાને હડતાળની ઉચ્ચારી ચિમકી, ડીડીઓને પાઠવ્યુ આવેદન પત્ર

|

Jul 07, 2022 | 2:51 PM

બેરોજગાર લોકોને રોજગારી (employment) આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલી મનરેગા યોજનાના કરાર આધારિત કર્મચારીઓના પગારમાં છેલ્લા છ વર્ષથી વધારો કરવામાં આવ્યો નથી. તેમજ વારંવાર રજુઆત છતા તેમની કોઈ માંગણી પુરી કરવામાં આવી નથી.

BOTAD: મનરેગાના કર્મચારીઓએ પગાર વધારાને હડતાળની ઉચ્ચારી ચિમકી, ડીડીઓને પાઠવ્યુ આવેદન પત્ર
મનરેગા કર્મચારીઓની હડતાળની ચીમકી

Follow us on

બોટાદ જીલ્લાના (Botad News) મનરેગાના કર્મચારીઓનાં 6 વર્ષથી પગાર ન વધારવામાં આવતા બોટાદ ડી.ડી.ઓ.ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો બે દિવસમાં પ્રશ્નોનું નીરાકરણ નહી આવે તો કર્મચારીઓએ હડતાળ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. બેરોજગાર લોકોને રોજગારી આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલી મનરેગા યોજનાના કરાર આધારિત કર્મચારીઓના પગારમાં છેલ્લા છ વર્ષથી વધારો કરવામાં આવ્યો નથી. તેમજ વારંવાર રજુઆત છતા તેમની કોઈ માંગણી પુરી કરવામાં આવી નથી. ત્યારે બોટાદ જિલ્લાના મનરેગા યોજનાના કર્મચારીઓએ બોટાદ જીલ્લા વીકાસ અધિકારી અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને આવેદનપત્ર આપીને વધુ માંગણીઓ પુરી કરવામા આવે તેવો એક વખત પ્રયાસ કર્યો છે. પરંતુ સાથે હડતાળની ચીમકી પણ ઉચ્ચારી છે.

કર્મચારીઓની પગાર વધારા સહીત આ છે માંગણીઓ

બોટાદ જિલ્લાના મનરેગાના ફરજ બજાવતા 11 માસ કરાર આધારિત કર્મચારીઓને પંચાયત સેવાના કાયમી કર્મચારી તરીકે સમાન સંવગૅ માં સમાવેશ કરવા, કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ ખાતા ખોલાવવા અને નિયમિત પગારમાંથી કપાત કરાવવી. તેમજ તમામ કર્મચારીને ચૂકવવા પાત્ર બાકી તમામ વર્ષ અને ચાલુ વર્ષના 15 ટકા વાર્ષિક પગાર વધારો મંજૂર કરી તફાવત સાથે ચૂકવવા અને દર વર્ષે નિયમિત વાર્ષિક ઇજાફા મંજુર કરવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારીને સુપરત કરવા, પગાર ધોરણમાં વિસંગતતા દૂર કરવા કર્મચારીઓની આઉટસોર્સિંગ એજન્સીથી ભરતી બંધ કરી નિયમિત કર્મચારીઓની ભરતી કરવી તેમજ હાલના આઉટસોર્સિંગ એજન્સીના સ્ટાફને ફિલ્ડ વર્ક ભથ્થુ અને સમાન કામ સમાન વેતન પગાર ધોરણ નક્કી કરવા માટે રાજ્ય મનરેગા કર્મચારી સંગઠન દ્વારા સરકારમાં વારંવાર રજૂઆત કરાઈ છે.

પરંતુ આજ દિન સુધી પ્રશ્નોનું નિરાકરણ ન થતા 5 જુલાઈના રોજ ગુજરાત રાજ્ય મનરેગા કર્મચારી સંગઠન નેજા હેઠળ બોટાદ જીલ્લાના તમામ કર્મચારીઓએ બોટાદ ગ્રામ વિકાસ એજન્સી નિયામક ટી.એમ.મકવાણા અને જીલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાને આવેદનપત્ર આપી બે દિવસમાં પ્રશ્નોનું નિરાકણ નહી કરવામાં આવે તો અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઉલ્લેખનીય છે કે, વિવિધ સંસ્થાઓ તેમજ સરકારી ઓફીસોમાં જરૂરીયાત પ્રમાણે આઉટ સોર્સિંગથી કરાર આધારિત ભરતી કરવામાં આવતી હોય છે. પરંતુ મળતી માહીતી મુજબ, તેમને કોઈ પણ સરકારી ભથ્થાનો લાભ આપવામાં આવતો હોતો નથી, ત્યારે આવા જ કેટલાક મુદ્દાને લઈને બોટાદના મનરેગાના કર્મચારીઓએ રજુઆત કરી હતી.

Next Article