બોટાદ (Botad) જિલ્લા ભારતીય કિસાન સંઘ (Bhartiya kisan sangh) દ્વારા ખેડૂતો (Farmers) ને દિવસે આઠ કલાક પૂરતી વીજળી (Electricity tariff) મળે તેવી કરી માંગ કરવામાં આવી છે. રાત્રે આપવામાં આવતી વીજળીના કારણે ખેડૂતોને ભયના માહોલ હેઠળ કરવી પડે છે ખેતી. ખેડૂતોની માંગ દિવસે વીજળી આપે અને પુરતા સમય પ્રમાણે આપે તો ખેતરમાં પિયત કરી શકે .હાલ તો ખેડૂતો વીજ પ્રશ્નને લઈને હેરાન થઈ રહ્યા છે.
બોટાદ જીલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે કિસાન સૂર્યોદય યોજના શરુ કરાઈ હતી. આ યોજના અતર્ગત ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવતી હતી. દિવસે વીજળી મળતા ખેડૂતોને શિયાળો ,ઉનાળો કે પછી હોઈ ચોમાંશું ખેડૂતો સમયસર પોતાના પાકને પિયત કરી શકતા હતા. પરતું સરકાર દ્વારા યોજના બધ કરી દેતા ખેડૂતોને ફરી પાછી રાતે વીજળી મળતા હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
પોતાના પરિવાર સાથે રાત્રીના ખેતરોમાં પિયત માટે આવું પડી રહ્યું છે અને ભયના માહોલ હેઠળ કોઈ જીવ જતું કરડવાની બીકે ખેડૂતો ખેતીકામ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે જે દિવસે વીજળી આપે અને પૂરતા પ્રમાણમાં મળે તો ખેતીકામ કરવામાં તેમને સરળતા રહી શકે તેમ છે. હાલ આપવામાં આવતી વીજળી ગમે તે સમયે આપવામાં આવે છે અને પૂરતા પ્રમાણે મળતી નથી જેના કારને ખુબ જ તકલીફનો સામનો કરવો પડે છે.
ખેડૂતોને દિવસે અને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તે માટે બોટાદ જીલ્લા ભારતીય કિસાન સઘન પ્રમુખ ઇન્દ્ર્સિંહ રાઈજાદા સરકાર પાસે રજૂઆત કરવામાં આવી છે કે સરકાર વહેલી તકે ખેડૂતોને પહેલાની જેમ વીજળી આપે જેથી ખેડૂતોને રાત્રીના હેરાનના થવું પડે.
ભારતીય કિસાન સંઘે રાજ્યમાં ખેડૂતોને એકસમાન વીજદર લાગુ કરવાની જર્ક તથા ગુજરાત સરકાર સમક્ષ માગણી કરી છે. કિસાન સંઘનું કહેવું છે કે અત્યારે ખેડૂતોને હોર્સપાવર દીઠ ઉચ્ચક દર અને મીટર દર એમ બે પદ્ધતિથી બિલો અપાય છે. ત્યારે હવે હોર્સપાવર દીઠ ઉચ્ચક પદ્ધતિ લાગુ કરવા અથવા ઉપરનો ખર્ચ સરકાર ભોગવે તેવી માગણી સાથે કિસાન સંઘે રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે.
કિસાન સંઘનો દાવો છે કે 18 લાખ ખેતીવાડીના કનેક્શન પૈકી જૂના જોડાણોમાં અપાતી વીજળીના વર્ષે ઉચ્ચક 66,500 વસૂલાય છે. જ્યારે 2003 પછીના જોડાણ મીટરવાળા છે. જેમાં યુનિટ દીઠ 60 પૈસાનો ભાવ અને હોર્સ પાવર દીઠ 20 રૂપિયા વસૂલાય છે. જેના કારણે મીટરવાળા ખેડૂતોને વર્ષે 1 લાખથી વધુ રકમ ચૂકવવી પડે છે. જેથી કિસાન સંઘની માગ છે કે કાં તો સરકાર બધા જ ખેડૂતોને હોર્સપાવર દીઠ ઉચ્ચક રકમ નક્કી કરે અથવા મીટરવાળા ખેડૂતોનો ઉપરનો ખર્ચ સરકાર ભોગવે.