Botad: બોટાદ જિલ્લાના 10 ગામમાં ખેડૂતોની સ્થિતિ પડતા પર પાટુ સમાન, વાવણી સમયે જ પૂરતા પ્રમાણમાં ડીઝલ ગાયબ

બોટાદ જિલ્લાના રાણપુરા તાલુકાના ખેડૂતોમાં(Farmer) રોષ વ્યાપ્યો છે કે તેમને વાવણી સમયે જ ડીઝલ (Diesel )મળતું નથી. આથી તેઓએ પેટ્રોલ પંપ ઉપર વિરોધ નોંધાવ્યો હતો.

Botad: બોટાદ જિલ્લાના 10 ગામમાં ખેડૂતોની સ્થિતિ પડતા પર પાટુ સમાન, વાવણી સમયે જ પૂરતા પ્રમાણમાં ડીઝલ ગાયબ
Botad: diesel crisis
| Edited By: | Updated on: Jun 03, 2022 | 3:29 PM

બોટાદમાં (Botad )જગતના તાતની કફોડી દશા જોવા મળી રહી છે. વાવણીના સમયે જ ડીઝલ ઓછું મળતા ખેડૂતોને(Farmer) ઓછું ડીઝલ મળી રહ્યું છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના રાજપરા ગામ સહિત આસપાસના 10 જેટલા ગામોના ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે. હાલ ચોમાસાની ઋતુ પહેલા વાવણી કરવાનો સમય છે ત્યારે ખેતી માટેના સાધનો ટ્રેક્ચર, ફાઇટર મશીન, પાણીના પંપ વગેરે ચલાવવા ડીઝલની જરૂર પડે છે જેથી ખેતી કરવા માટે ખેડૂતો માટે ડીઝલ પાયાની જરૂરિયાત છે અને ખેડૂતોને ડીઝલ મળી રહ્યું નથી.

હાલમાં પરિસ્થિતિ એવી છે કે રાણપુર થી પાળીયાદ રોડ વચ્ચે રાજપરા ગામના પાટિયા પાસે વીસ કિલોમીટરના અંતર વચ્ચે એક માત્ર જ પેટ્રોલ પંપ છે જ્યાં ખેડૂતો ડીઝલ ખરીદવા જાય છે ત્યારે તેમને ડીઝલ મળતું નથી. આવી પરિસ્થિતિમાં 15 કિલોમીટર દૂર બીજા પેટ્રોલ પંપ પર ખેડૂતોએ મજબૂરીમાં ડિઝલ લેવા જવું પડે છે આથી નાંણાનો બમણો બગાડ થાય છે.

પેટ્રોલ પંપ ના ડીલર દ્વારા સમગ્ર મામલે જણાવાયું હતું કે આગળથી જ ડીઝલ ના જથ્થાની પૂરતા પ્રમાણમાં અછત  છે.  જેને લઇ જથ્થો આવતો નથી  તેથી અમે ખેડૂતો ને પૂરતા પ્રમાણ માં ડિઝલ આપી શકતા નથી. છેલ્લા વીસ દિવસથી હેરાન થતાં ખેડૂતોની વેદના અમે સમજીએ છીએ આથી જ જિલ્લા કક્ષાએ  પેેટ્રોલ પંપ ડીલરોએ પણ પેટ્રોલ આપવા માટે રજૂઆત કરી છે  છતાં હજુ પણ જથ્થો પૂરતો ના મળ્યો નથી.