BOPALના વેપારીએ ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ

બોપલના(BOPAL) એક વેપારી મોનિષ ઝિંઝુવાડીયાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા મોનીષ એક સુસાઈડ નોટ લખી છે.

BOPALના વેપારીએ ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ
Suicide Attempt
| Edited By: | Updated on: Jan 22, 2021 | 3:53 PM

બોપલના(BOPAL) વેપારી મોનિષ ઝિંઝુવાડીયાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા મોનીષ એક સુસાઈડ નોટ લખી છે. જેમાં બે વ્યક્તિઓના કારણે એને આ પ્રયાસ કર્યો એવો આક્ષેપ લગાડવામાં આવ્યો છે. આ મામલે બોપલ પોલીસ (BOPAL POLICE) આગળની તપાસ કરી રહી છે.

મોનિષ ઝિંઝુવાડીયા ગ્રહોના નંગ અને સોનીનો વેપાર કરે છે. મોનીષએ પાર્થ દોશી અને ધ્રુવીન પરીખને 40 લાખ રૂપિયા આપવાના હોય પૈસાની લેવડદેવડ મામલે મોનિષ અને પાર્થ દોશી વચ્ચે અણબનાવ શરૂ થયા હતા. મોનિષ પાર્થને પૈસા આપવા માટે તૈયાર હતો, આમ છતાં મોનિષે પોતાની મિલકતના દસ્તાવેજ અને 3 કોરા ચેક પણ આપ્યા હતા. આરોપીઓએ ગ્રહોના નંગ અને અન્ય વસ્તુઓ મળીને 2.5 કરોડનો સામાન લઈ ગયા છે. જેને લઈને મોનિષનો પરિવાર આર્થિક સંકડામણમાં આવી ગયો છે.

આ પૈસા માટે બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી.  મોનિષની સિન્ધુભવન રોડ સ્થિત શરૂ કરેલી નવી ઓફિસમાંથી પાર્થ દોશી અને ધ્રુવીન પરીખ બધો સામાન લઈ ગયા હોવાનો આરોપ મોનિષ અને તેના પરિવારજનોએ લગાવ્યો હતો. આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 11 મહિના પહેલા ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા આ મામલે કોઈ કાયદેસરની કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ પણ મોનિષ અને તેનો પરિવાર લગાવી રહયો છે.

આ પણ વાંચો: ઓનલાઈન મંગાવેલા છાણાને કેક સમજીને ખાઈ ગયો વ્યક્તિ, REVIEWમાં લખ્યું કે સ્વાદ અને ક્રિસ્પી પર ધ્યાન આપો