ડો. બાબા સાહેબ આંબેડકર પર લખાયેલા પુસ્તકનું વિમોચન કરાયું, સીએમ પટેલે કહ્યું ડો. આંબેડકરનું વ્યક્તિત્વ વિશાળ

|

Nov 22, 2021 | 8:13 PM

ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ડો. આંબેડકરનું વ્યક્તિત્વ વિશાળ છે. તેમજ જ્ઞાતિવિહીન સમાજની વાત પણ ડો. આંબેડકરે કરી છે. આ પુસ્તક સમાજ ઉપયોગી બનશે.

ડો. બાબા સાહેબ આંબેડકર પર લખાયેલા પુસ્તકનું વિમોચન કરાયું, સીએમ પટેલે કહ્યું ડો. આંબેડકરનું વ્યક્તિત્વ વિશાળ
Dr. Ambedkar Book Release

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) એસ જી હાઇવે પાસે આવેલ ડોકટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી (BAOU) ખાતે સાર્થકતાનું પંચામૃત કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ (CR Paatil) મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા.

આ કાર્યક્રમમાં ડોકટર બાબાસાહેબ આંબેડકરના (Babasaheb Ambedkar) પ્રખર અભ્યાસુ કિશોર મકવાણાએ રાષ્ટ્ર પુરુષ ડોકટર બાબા સાહેબ આંબેડકર નામે લખેલ પુસ્તકનું  મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. જે કાર્યક્રમમાં યુનિવર્સીટીના કુલપતિ અને મોટી સંખ્યામાં સભ્યો અને વિદ્યાર્થી હાજર રહ્યા.

પુસ્તક વિમોચન પ્રસંગે સીએમ  ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ડો. આંબેડકરનું વ્યક્તિત્વ વિશાળ છે. તેમજ જ્ઞાતિવિહીન સમાજની વાત પણ ડો. આંબેડકરે કરી છે. આ પુસ્તક સમાજ ઉપયોગી બનશે. આ ઉપરાંત જીવન સમર્પિત કરવાની પ્રેરણા આંબેડકરજીના જીવન પરથી મળે છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ કાર્યક્રમમાં પુસ્તક વિમોચન સાથે BAOU દ્વારા સંચાલિત રાજ્યના દરેક પ્રાદેશિક કેન્દ્ર પર કોમ્પ્યુટર  સેન્ટર અને સાઈન લેંગ્વેજ વેબલિન્કનું સહિત વિવિધ કાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જે લોકોને વધુમાં વધુ ઉપયોગી બનશે તેવું યુનિવર્સીટીનું અને મુખ્યમંત્રીનું માનવું છે.

કિશોર મકવાણા ડોકટર બાબસાહેબ આંબેડકરના પ્રખર અભ્યાસુ હોવાથી તેઓ તેમના જીવન અને કાર્ય વિશે ખૂબ જાણકાર છે. જેથી તેઓએ અત્યાર સુધી 12 પુસ્તક માત્ર બાબા સાહેબ આંબેડકર ઉપર લખ્યા. અને હવે આજે તેમણે ડોકટર બાબાસાહેબ આંબેડકર પર લખેલ 13માં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.

કિશોર મકવાણાએ ડોકટર બાબા સાહેબ આંબેડકર પર લખેલ પુસ્તક 100 થી વધુ પાનાનું લખેલ છે. જેમાં ડોકટર બાબા સાહેબ આંબેડકરના જીવનના વિવિધ 70 કરતા વધુ મુદા આવરી લીધા છે. જેથી લોકો ડોકટર બાબા સાહેબ આંબેડકરના જીવન અને કાર્યો વિશે વધુમાં વધુ જાણી શકે. જેના કારણે વિમોચન સાથે 10 હજાર પુસ્તક લોકો સુધી પહોંચે તેવું આયોજન લેખકે કર્યું. તો 1 લાખ કોપી લોકો સુધી પહોંચે તેવો ટાર્ગેટ પણ લેખકે નક્કી કરેલ છે.

આ કાર્યક્રમમાં હાજર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ડોકટર બાબા સાહેબ આંબેડકરના જીવનના ક્ષણોને યાદ કર્યા. તેમજ લોકોને દલિત સમાજને ઘરે આવકારી તેમની સાથે ભોજન લઈને સામાન્ય નાગરિક તરીકે રહેવા અપીલ કરી. તેમજ પોતાના કાર્યકરે તેની શરૂઆત કરી હોવાનું પણ જણાવ્યું.

તો કાર્યક્રમમાં હાજર મુખ્યમંત્રીએ લોકોને ગમે તેવા હાસ્ય સ્વભાવે પોતાની સ્પીચ શરૂ કરી. અને મહેમાનોનું સ્વાગત કરી આભાર માન્યો. કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 1994 માં શરૂ કરેલ આંબેડકર યુનિવર્સીટીએ 27 વર્ષની યાત્રા ખેડી હોવાનું જણાવી પહેલી વાર તેઓને આવવાનું થતા અલગ લાગણી અનુભવી.

આંબેડકર યુનિવર્સીટી ઘેર બેઠા ગંગા અને જ્ઞાનસાગર હોવાનું જણાવી. ડોકટર બાબાસાહેબ આંબેડકરના કાર્યોને અને તેમના વ્યક્તિત્વના સ્મરણોને યાદ કર્યા હતા. તેમજ વિવિધ મુદ્દે ડોકટર બાબાસાહેબ આંબેડકરે કરેલ પ્રયાસોને પણ યાદ કર્યા. ઊંચ નીચના ભેદભાવ. સમાન હક. અભ્યાસ. વિવિધ લડત. અને વિચારો સહિત વિવિધ કાર્ય યાદ કરી ડોકટર બાબા સાહેબ આંબેડકરના રસ્તે ચાલવાની વાત કરી.

આ પણ વાંચો :  અમેરિકન ડ્રગ્સના નાણાકીય વ્યવહારો ક્રિપ્ટોકરન્સી થયો હોવાનો ખુલાસો, કોલેજો સુધી નેટવર્ક હોવાની આશંકા

આ પણ વાંચો : Vibrant Gujarat Global Summit 2022 : પીએમ મોદી કરશે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું 10 જાન્યુઆરીએ ઉદ્ઘાટન

Published On - 8:09 pm, Mon, 22 November 21

Next Article