ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે છેલ્લી ઘડીએ અલ્પેશ ઠાકોરને ઉતાર્યા ચૂંટણીના મેદાનમાં, જાણો શું છે તેમની સ્ટ્રેટજી

|

Sep 30, 2021 | 6:04 PM

ગાંધીનગર મનપા ચૂંટણીનો રંગ હવે વધુ જામી રહ્યો છે. ભાજપે ચૂંટણી જીતવા માટે મેદાને અલ્પેશ ઠાકોરને ઉતાર્યા છે. ગાંધીનગરમાં 38 હજારથી પણ ઠાકોર સમાજના વોટ છે.

ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપે છેલ્લી ઘડીએ અલ્પેશ ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તમને જણાવી દઈએ કે ગાંધીનગરમાં 38000 થી વધુ વોટ ઠાકોર સમાજના છે. ત્યારે ભાજપનો આ નિર્ણય પાર્ટી માટે ફાયદાકારક પણ સાબિત થઇ શકે છે. અહેવાલો અનુસાર હાલમાં આ સમાજ કોંગ્રેસને વોટ કરે છે. ત્યારે જોવું રહ્યું કે અલ્પેશ ઠાકોરથી આ વોટ પર કેટલો પ્રભાવ પડે છે. આજથી 24 કલાક માટે અલ્પેશ ઠાકોરે પોતાની ઠાકોર સેના સાથે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. માહિતી અનુસાર માઇનસ વોર્ડમાં તેઓ બેઠકો કરશે.

ગાંધીનગર મનપા ચૂંટણીનો રંગ હવે ઘાટ્ટો જોવા મળી રહ્યો છે. ભાજપે છેલ્લી ઘડીએ અલ્પેશ ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ગાંધીનગરમાં 38000થી વધુ ઠાકોર સમાજના વોટને આકર્ષવાનો આ કીમિયો કેટલો કામ કરે છે એ તો સમય જ બતાવશે. જો કે આ મતોને લઈને અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ’12 કલાક અમારા માટે કાફી છે.’  આ વખત ગાંધીનગર મનપા ચૂંટણીમાં ગામડાઓ ઉમેરાયા છે. ત્યારે ગામડાના વોટ માટેની આ મથામણ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્રીજી તારીકે મતદાન થવાનું છે અને પાંચમી ઓકટોબરના રોજ પરિણામ આવવાનું છે. ત્યારે જુઓ અલ્પેશ ઠાકોરે તેમની સ્ટ્રેટજીને લઈને શું કહી વાત.

 

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલ સામે ચૂંટણીપંચમાં ફરિયાદ, AMCની ઇસનપુર વોર્ડ પેટાચૂંટણી મામલે ફરિયાદ કરાઈ

આ પણ વાંચો: જોરદાર: ગુજરાતમાં વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો, એક જ મહિનામાં વરસ્યો આટલો વરસાદ

Next Video