Video : ભાજપ પ્રમુખ સી.આર.પાટિલનું વિવાદીત નિવેદન, કહ્યું ભાજપના એકપણ નેતામાં ચૂંટણી જીતવાની તાકાત નથી

|

Jun 28, 2021 | 11:20 AM

ભાજપના પ્રમુખ સી. આર. પાટિલે સંબોધનમાં જણાવ્યું હતું કે "તમે તમારા વિસ્તારમાં પેજ કમિટી બનાવી કે નહિ, બનાવી તો શું કામ કર્યું .ચૂંટણીમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ માત્ર નરેન્દ્ર મોદીના નામ પર જ ચૂંટાયા છે.

ગુજરાત (Gujarat) ના ભાજપના પ્રમુખ સી. આર. પાટિલે( C R Patil ) પાટણમાં ભાજપના નેતાઓ પર જ પ્રહાર કર્યો છે. તેમણે પાટણ ખાતે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ સાથેના સંવાદ કાર્યક્રમમાં કહ્યું હતું કે ભાજપના એકપણ નેતામાં ચૂંટણી જીતવાની તાકાત નથી. તેમજ માત્ર નરેન્દ્ર મોદીના નામ પર ચૂટણી જીતી રહ્યા છો. ગુજરાત ભાજપમા માત્ર નરેન્દ્ર મોદીની જ લોકપ્રિયતા છે.

ભાજપના કોઇ નેતાની લોકપ્રિયતા નથી

ગુજરાત(Gujarat) ભાજપના પ્રમુખ સી. આર. પાટિલે( C R Patil ) સંબોધનમાં જણાવ્યું હતું કે “તમે તમારા વિસ્તારમાં પેજ કમિટી બનાવી કે નહિ બનાવી તો શું કામ કર્યું .ચૂંટણીમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ માત્ર નરેન્દ્ર મોદીના નામ પર જ ચૂંટાયા છે. ગુજરાતમાં ભાજપમા જો કોઇની લોકપ્રિયતા હોય તો તે છે નરેન્દ્ર મોદીની છે. બાકી ભાજપના કોઇ નેતાની લોકપ્રિયતા નથી ”

માત્ર નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટાઇ આવે છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણા નેતા ચૂંટાયા પછી પણ ભૂલો કરે છે. અને કાર્યકરો નેતાઓની ભૂલો ભૂલીને કામ કરે છે. હું જાણું છું કે ગુજરાત(Gujarat) ના કોઇ નેતામાં એટલો દમ નથી કે તે પોતાની તાકાત પર ચૂંટાઇ આવે . ગુજરાત ભાજપના નેતાઓ માત્ર નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટાઇ આવે છે. જો ભાજપના નેતાઓ મતદારોનો ખરેખર સાચો વિશ્વાસ જીતે તો તે ભાજપનો સાચો નેતા કહી શકાય.

સુરતમાં દર્દીઓને રેમડેસિવિર ઇન્જેકશન આપવાના સમયે વિવાદમાં

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર . પાટિલ આ પૂર્વે કોરોનાની બીજી લહેરમાં સુરતમાં દર્દીઓને રેમડેસિવિર ઇન્જેકશન આપવાના સમયે વિવાદમાં આવ્યા હતા.

જેમાં રાજ્યમાં કોરોનાના કેસ વધતાં અને ઑક્સીજન બેડની અછત વચ્ચે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ હતી. તે સમયે તેમણે ઈન્જેક્શનની વહેંચણી કરી હતી. તેની બાદ આ મુદ્દે વિવાદ સર્જાયો હતો. જો કે તેની બાદ તેમનું નિવેદન પણ આવ્યું હતું કે તેમણે આ ઇન્જેકશનની વ્યવવસ્થા જાતે કરી છે. સુરતના અમારા કેટલાંક મિત્રોએ આ ઈન્જેક્શન ખરીદ્યા હતા. તે જ ઈન્જેક્શનનું હવે ભાજપ દ્વારા લોકોની જરૂરિયાત મુજબ તેની વહેંચણી કરવામાં આવશે.

આ પણ  વાંચો : Ahmedabad : થલતેજથી સોલા સુધીનો એલીવેટેડ બ્રિજ આજથી શરૂ, નાયબ મુખ્યપ્રધાને પુલને લોકાર્પિત કર્યો

Published On - 9:19 pm, Sun, 27 June 21

Next Video