Gujarat Election 2022: ખેરાલુ, માણસા અને ગરબાડા બેઠકના ઉમેદવારોની પાંચમી યાદી ભાજપે જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ

|

Nov 16, 2022 | 3:57 PM

Gujarat Election: ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. હવે રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવાના પ્રયાસો શરુ કરી દીધા છે. ત્યારે ભાજપે અત્યાર સુધીમાં 181 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. માંજલપુર બેઠક પર હજુ પણ કોકડું ગુંચવાયેલુ છે.

Gujarat Election 2022: ખેરાલુ, માણસા અને ગરબાડા બેઠકના ઉમેદવારોની પાંચમી યાદી ભાજપે જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
ભાજપે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી
Image Credit source: TV9 GFX

Follow us on

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન આગળ વધી રહ્યું છે અને દરેક ઉમેદવાર એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીના વધુ ત્રણ ઉમેદવારોની પાંચમી યાદી ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે. ત્યારે ખેરાલુ, માણસા અને ગરબાડા બેઠકના ઉમેદવારોની વધુ એક યાદી ભાજપે જાહેર કરી છે. માણસાથી જયંતી એસ. પટેલને ટિકિટ આપવામાં આવી છે. ખેરાલુથી સરદારસિંહ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. ગરબાડાથી મહેન્દ્ર ભાભોરને ટિકિટ અપાઇ છે.

ભારતીય જનતા પાર્ટીએ વડોદરાની માંજલપુર બેઠક સિવાય તમામે તમામ બેઠક પર પોતાના ઉમેદવાર હવે જાહેર કરી દીધા છે. ક્યાંક ચૌધરી સમાજને ટિકિટ આપવામાં આવી છે. તો ક્યાંક ચૌધરી સમાજની ટિકિટ કાપવામાં આવી છે. ખેરાલુ બેઠક પર સરદાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. સરદાર ચૌધરીનું અત્યાર સુધીમાં હતુ નહીં. તેથી હવે તેમને ઉમેદવાર બનાવતા અહીં સરપ્રાઇઝ ફેક્ટર જોવા મળી રહ્યુ છે. માણસાથી જયંતી એસ. પટેલને ટિકિટ આપવામાં આવી છે. અત્યાર સુધી અહીં જાતિગત સમીકરણને ધ્યાને રાખીને  ચૌધરી સમાજના ઉમેદવારોને ટિકિટ આપી હતી. કોંગ્રેસના પૂર્વ નેતા હરિભાઇ ચૌધરીના પુત્ર અમીત ચૌધરી પક્ષ પલટો કરીને 2017 પહેલા ભાજપમાં આવ્યા હતા. જો કે 2017માં તેમની હાર થઇ હતી. આ વખતની ચૂંટણીમાં તેમનું નામ છેલ્લે સુધી દાવેદારીમાં હતુ જો કે ભાજપે હવે અહીં જયંતી એસ. પટેલને ટિકિટ આપી છે. ગરબાડા આદિવાસી ટ્રાઇબ બેલ્ટ છે. તેથી અહીં મહેન્દ્રસિંહ ભાભોરને ટિકિટ આપવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ગુજરાત ઇલેકશન 2022 : ત્રણ બેઠક પર કાંટે કી ટક્કર

ભાજપે જાહેર કરેલી ત્રણેય બેઠક પર કાંટે કી ટક્કર જોવા મળશે. માણસા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જે.એસ.પટેલ સામે કોંગ્રેસના બાબુસિંહ ઠાકોર અને આમ આદમી પાર્ટીના ભાસ્કર પટેલ વચ્ચે ટક્કર થશે. તો ખેરાલુ વિધાનસભા બેઠક પર ભાજપના સરદારસિંહ ચૌધરી, કોંગ્રેસના મુકેશ દેસાઇ અને AAPના દિનેશ ઠાકોર વચ્ચે જંગ જોવા મળશે. ગરબાડા વિધાનસભા બેઠક પર ભાજપના મહેન્દ્ર ભાભોર, કોંગ્રેસના ચંદ્રીકા બારૈયા અને AAPના શૈલેષ ભાભોર વચ્ચે ચૂંટણીનું યુદ્ધ જોવા મળશે.

ગુજરાત ઇલેકશન 2022 : ગુજરાતમાં ચૂંટણી ક્યારે યોજાશે?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાવાની છે. પરિણામ 8મી ડિસેમ્બરે આવશે. પ્રથમ રાઉન્ડમાં કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે અને મુખ્ય રાજકીય પક્ષોએ લગભગ આ તમામ બેઠકો માટે તેમના ઉમેદવારો જાહેર કરી દીધા છે.

 

Published On - 3:02 pm, Wed, 16 November 22

Next Article