
ગુજરાતના(Gujarat) રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મંત્રી પૂર્ણેશ મોદી(Purnesh Modi) અને રાજેન્દ્ર ત્રિવેદીના(Rajendra Trivedi) ખાતા છીનવાયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહેસુલ વિભાગનો હવાલો રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી હવાલો લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપ્યો અને માર્ગ મકાન વિભાગનો હવાલો પૂર્ણેશ મોદી પાસેથી લઈને ઉધોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલને સોંપ્યો હોવાની ચર્ચા છે. જેમાં સત્તાવાર જાહેરાત બાકી છે.
Tv9 Gujarati https://t.co/qEC4QwNiWX
— Tv9 Gujarati (@tv9gujarati) August 20, 2022
રાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યાં જ રાજ્યના રાજકારણમાં મોટો ફેરફાર થયો છે.. રાજ્યના બે પ્રધાનોના ખાતા છીનવી લેવાયા છે.. રાજ્યના બે એવા પ્રધાનો કે જેઓ સિનિયર છે, જેમની પાસે મહત્વના વિભાગો હતા.. તે બંને છીનવી લેવાયા છે.. કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગનો હવાલો ખેંચી લેવાયો છે.. અને હવે તે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી સંભાળશે.. તો રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી હવે કાયદો અને વ્યવસ્થા વિભાગ રહેશે.. તો બીજી ગાજ પૂર્ણેશ મોદી પર પડી છે.. પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન ખાતુ લઈ લેવાયું છે.. અને તેનો હવાલો હવે જગદીશ પંચાલ સંભાળશે.
ચૂંટણી પહેલા આ ફેરફારો અનેક સવાલો ઉભા કરે છે. જ્યાં સરકારે ચૂંટણીની તૈયારીઓમાં લાગવાનું હોય, ત્યાં આવા મોટા ફેરફાર પાછળ મોટા કારણો જવાબદાર હોય તે સ્વાભાવિક વાત છે.. મહેસૂલ અને માર્ગ-મકાન બંને એવા વિભાગો છે, જેમાં સૌથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો થતી હોય છે.. એવું પણ મનાઈ રહ્યું છે કે, બંને પ્રધાનોને અનેક વખત મુખ્યપ્રધાન તરફથી ટકોરો કરાઈ હતી.. કેન્દ્ર સ્તર સુધી ફરિયાદો ગયા હોવાની પણ ચર્ચા છે.. બંને વિભાગો તરફથી પ્રજાલક્ષી અને સંવેદનશીલ નિર્ણયો લેવામાં આળશ થઈ.. તો પ્રધાનોની બિન કાર્યક્ષમતાને લઈને પણ સવાલો હતા.. ખાસ તો વિભાગો તરફથી રાજેન્દ્ર ત્રિવેદી સામે ફરિયાદો હતી.. જમીનને લઈને કેટલાક વિવાદો હતા.. આ બધા જ કારણો બંને પ્રધાનો સામે પગલાં લેવામાં મહત્વના બન્યા હોઈ શકે છે..
Published On - 8:26 pm, Sat, 20 August 22